મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન
Breaking news
Morbi Today

હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો


SHARE





હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો

હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટીમાં રહેતા યુવાને ભાગીદારીમાં ધાંગધ્રા ખાતે સ્પા ચાલુ કર્યું હતું અને છેલ્લા ત્રણેક મહિનાથી તેના હિસાબ બાબતે ભાગીદાર સાથે મનદુખ ચાલતું હતું તે બાબતનું ખા રાખીને યુવાન ઉપર તેના ભાગીદાર દ્વારા લોખંડના પૂરી તળવના ઝારા વડે હુમલો કર્યો હતો અને  પીઠના ભાગે ઝારો માર્યો હતો તેમજ એક મહિલાને પણ પીઠના ભાગે લોખંડનો જારો મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મેરૂભાઈ ડાભી (30)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરણસિંહ દિલુભાઈ ચૌહાણ રહે. સરા રોડ રઘુનંદન સોસાયટી હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ ત્રણેક વર્ષ પહેલા આરોપી સાથે ધાંગધ્રાના ગોકુલધામ કોમ્પલેક્ષમાં એપલ સ્પા ભાગીદારીમાં ચાલુ કર્યું હતું અને છેલ્લા ત્રણ મહિનાથી ફરિયાદી અને આરોપીને હિસાબ બાબતે મનદુઃખ ચાલતું હતું જે બાબતનો ખા રાખીને આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને લોખંડના ઝારા વડે ફરિયાદીને પીઠના ભાગે માર માર્યો હતો તેમજ સાહેબ કંચનબેન વચ્ચે પડતા તેઓને પણ પીઠના ભાગે લોખંડનો જારો માર્યો હતો અને ફરિયાદી તથા સાહેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે તેના ભાગીદાર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા, વાહનમાં નુકશાન

ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા અશ્વિનભાઈ રણછોડભાઈ દુબરીયા (42)ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 એએફ 1436 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના સરયા ગામની સીમમાં લતીપર ટંકારા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 3 એચપી 4763 લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બેફિકરાથી તેની કાર ચલાવી હતી અને ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને માથા તથા જમણા ખભામાં ઇજા થઈ હતી અને ફરિયાદીની પાછળના ભાગમાં આવતી કાર નંબર જીજે 10 ઇસી 4845 માં પણ આરોપીએ કાર અથડાવીને અકસ્માત કર્યો હતો જેથી હાલમાં યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News