મોરબી જીલ્લામાં આજથી કોરોના વેક્સિનનો પ્રીકોશન ડોઝ મૂકવાનું શરૂ
મોરબીના ધક્કા વાળી મેલડી માતાજી મંદિરે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
SHARE









મોરબીના ધક્કા વાળી મેલડી માતાજી મંદિરે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કા વાળી મેલડી માતાજી મંદિર ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં આંખ, કાન, હાડકા, દાંત તથા ચામડીને લગતા નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી અને દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામા આવેલ હતો જેમાં ઘણા લોકોએ રક્તદાન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરે થતી આવકમાથી લોકોને સારવારનો લાભ મળે તે માટે સર્વરોગ નિદાન કેમ્પ સહિતના સેવાકાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાત મંદ પરિવારની દીકરીઓના લગ્ન કરાવવા માટે મંદિર દ્વારા સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે અને ત્યાં મંદિરે રાહત દરે દવાખાનું પણ ચાલુ છે.
