મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી


SHARE









હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી

મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ ચરાડવા ગામ પાસે બંધ પડેલ ભવાની ઓઇલ મીલના ગોડાઉનની અંદર ખેડૂતે પોતાના જીરાના જથ્થાને રાખ્યો હતો અને તેમાંથી જીરાના 102 બાચકા જેમાં 280 મણ જીરૂ ભરેલું હતું તે 10.64 લાખ રૂપિયાની કિંમતના જીરાના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના ચરડવા ગામે દેવળીયા રોડ ઉપર આવેલ રાજપૂત શેરી ખાતે રહેતા ઘનશ્યામસિંહ દેવુભા પઢિયાર (57)એ અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ચરાડવા ગામની સીમમાં બીસેરો સીરામીક કારખાનાની બાજુમાં ફરિયાદીની ભવાની ઓઇલ મીલના ગોડાઉનની અંદર જીરાના બાચકા ભરીને રાખવામાં આવ્યા હતા તેમાંથી 102 બાચકા જીરૂ જેમાં કુલ મળીને 280 મણ જીરાનો જથ્થો ભરેલો હતો તે 10,64,000 ની કિંમતના જીરાના જથ્થાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શક્તિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News