મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન


SHARE









હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન

હળવદમાં જીગ્નેશ ગુણવંતરાય રાવલના સ્મરણાર્થે તા. 23 સપ્ટેમ્બર, 2026 ભાદરવા સુદ બારસને બુધવારના રોજ નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. અને કુળદેવી ખંભલાય માતાજીની અસીમ કૃપા તેમજ બાર બીજના ધણી બાબા રામદેવપીરના આશીર્વાદ સાથે યોજાનારા આ ધાર્મિક પ્રસંગને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમમાં હળવદમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ લોહાણા મહાજન વાડી રાખવામા આવ્યું છે અને રાતે 8:30 કલાકે રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, દર્શન તેમજ રામામંડળનો લાભ લેવા આયોજકોએ આમંત્રણ આપ્યું છે. વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ છે કે, તા. 23 ના રોજ બપોરે 3:45 કલાકે આગમન, બપોરે 4:00 કલાકે શ્રી રામદેવપીરના સામૈયા અને રાત્રે 9:00 કલાકે સુપ્રસિદ્ધ નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા) દ્વારા રામા મંડળ રમશે. અને રામદેવપીરના સામૈયા ખોડીયાર માતાજી મંદિર, કુંભારપરા ખાતેથી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દલસુખરામ બાપુ, મહંત નકલંક ગુરુધામ (શક્તિનગર) દ્વારા આશીર્વાદરૂપ વચન આપવામાં આવશે. જ્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમમાં મિલન કાકડીયા, ગગુડિયો, હીતેશરા પ્રજાપતિ, જયદીપસિંહ જાડેજા તથા ગ્રુપ દ્વારા કલાકાર તરીકે સેવા આપવામાં આવશે. આ સમગ્ર ધાર્મિક આયોજન માટે મયુર ગુણવંતરાય રાવલ દ્વારા ભાવિકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News