મોરબી જિલ્લામાં રોજગારવાંચ્છુ ઉમેદવારો પ્રોફાઇલ એપ્રુવ કરવા રોજગાર કચેરીનો સંપર્ક કરે
હળવદના રણવિસ્તારમાં સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરાયું
SHARE
હળવદના રણવિસ્તારમાં સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરાયું
હળવદમાં આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે સીડીપીઓ મમતાબેન, મોરબી જિલ્લા કોર્ડીનેટર અગરીયા હિતરક્ષક મંચના મારુતસિંહ બી.બારૈયા, ટિકર ગામની આંગણવાડી વર્કર્સ અને તેડાગર બહેનો હાજર રહ્યા હતા અને તેઓએ તાલુકાના રણવિસ્તારમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત અગરિયાઓના ૦થી ૩ વર્ષના ૬૦ બાળકોને સુખડી, ૪૦ કિશોરીઓ, ૨૦ ધાત્રી બહેનો તેમજ ૧૦ સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.