હળવદના તળાવમાં ગેરકાયદે બુરાણ !: પાલિકના તંત્ર નિંદ્રાધીન
SHARE
હળવદના તળાવમાં ગેરકાયદે બુરાણ !: પાલિકના તંત્ર નિંદ્રાધીન
હળવદમાં તળાવ પાસે ગેરકાયદે બુરાણ કરવામાં આવી રહ્યું છે અને કબજો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતે હળવદના યુવાને હળવદ પાલિકામાં રજૂઆત કરી તળાવમાં ગેરકાયદે દબાણ કરી કબજો કરવામાં આવી રહ્યો છે તે અંગેની રજૂઆત કરેલ છે
હળવદમાં રહેતા રાઠોડ જીતેન્દ્રભાઈએ પાલિકામાં લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં વર્ષો જૂના તળાવમાં ગેરકાયદે સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં ચાલતાં સીસી રોડના કામકાજમાંથી નીકળતા વેસ્ટને તળાવમાં નાખવામાં આવે છે અને તળાવનું બુરાણ કરવામાં આવી રહ્યું છે. અને તળાવનો ઘણો ભાગ હાલમાં બુરાણ થયેલ છે અને તેના ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવી રહ્યો છે. ત્યારે જો પાલિકા દ્વારા કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે