મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરી રજૂઆત
મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનની મીટીંગમાં પ્રમુખ સહિત હોદેદારોની વરણી
SHARE









મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનની મીટીંગમાં પ્રમુખ સહિત હોદેદારોની વરણી
મોરબીના સર્કીટ હાઉસ ખાતે મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનના સભ્યોની મીટીંગ મળી હતી.જેમાં જુદાજુદા હોદાઓ ઉપર પત્રકાર મિત્રોની હોદેદારો તરીકે વરણી કરવામાં આવી હતી.
મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનના પત્રકાર મિત્રોની યોજાએલ મીટીંગમાં હોદેદારો નક્કી કરવામાં આવ્યા હતા.બાદમાં ટ્રસ્ટ બનાવીને તેની નોંધણી કરવામાં આવશે જેના થકી મોરબી પ્રેસ વેલ્ફેર એસોસીએશનના સભ્ય પત્રકારો તેમજ મોરબીના બહોળા હિતમાં વિવિધ કાર્યો કરવામાં આવશે.હામાં મળેલ બેઠકમાં પ્રમુખ તરીકે અતુલભાઇ જોશીની, ઉપપ્રમુખ તરીકે મિલનભાઇ નાનકની, મંત્રી પદે રવિભાઇ ભડાણીયાની અને સહમંત્રી તરીકે ચંદ્રેશભાઇ ઓધવીયાની તેમજ ખજાનચી તરીકે જીજ્ઞેશભાઈ ભટ્ટની વરણી કરવામાં આવેલ છે.જયારે કારોબારી સભ્યો તરીકે રાજેશભાઈ આંબલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ મોટવાણી અને હિમાંશુભાઈ ભટ્ટની તેમજ અન્ય પત્રકાર મિત્રોની સભ્યપદે વરણીઓ કરવામાં આવેલ છે. મીટીંગમાં વરીષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, ભાસ્કરભાઇ જોશી, ઋષિભાઇ મહેતા અને સુરેશભાઈ ગોસ્વામી સહિતના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
