મોરબીમાં માતૃશ્રીની શ્રધ્ધાંજલી નિમિતે નિઃશુલ્ક ભકિત યોગ શિબિર યોજાઇ
મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ
SHARE









મોરબી પાલિકાના સંચાલિત નંદીઘર ગૌશાળા માટે મકરસંક્રાંતિએ ખુલ્લા હાથે દાન આપવા અપીલ
મોરબીના લોકોને રઝડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે પાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર આવેલ પાલિકાની જગ્યામાં નંદીઘર ગૌશાળા બનાવવામાં આવેલ છે અને શહેરમાં રઝડતા આખલાને પકડીને ત્યાં મૂકવામાં આવી રહ્યા છે ત્યારે આ અબોલ જીવના નિભાવા માટે મકરસંક્રાંતિ પર્વે લોકો દ્વારા ઘાસચારાનું દાન ખુલ્લા હાથે આપવામાં આવે તેવી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતનાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે
સામાન્ય રીતે મકરસંક્રાંતિ પર્વેને દાનનું પર્વ પણ કરવામાં આવે છે અને લોકો દ્વારા દાન પણ કરવામાં આવે છે ત્યારે પાલિકા દ્વારા સંચાલિત નંદીઘરના રાખવામા આવેલ આખલામાં નિભાવા માટે પણ નગરજનો દ્વારા દાન કરવામાં આવે તે જરૂરી છે માટે પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર અને ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, પ્રભુભાઈ ભૂત અને સભ્યો તેમજ મનુભાઈ સરેશા સહિતનાઓ દ્વારા મકરસંક્રાંતિએ ગૌવંશો માટે લીલોચારો સહિતની સહાય કરીને દાન કરવામાં આવે તેવી જાહેર અપીલ કરવામાં આવી છે
