મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE









હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં

હળવદ તાલુકાના દેવળીયા ગામ પાસેથી માળીયા હાઇવે રોડ ઉપર યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બોલેરો ગાડીના ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારી હતી જેથી બાઈક અને બોલેરો બંને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયા હતા. આ બનાવમાં બાઇક ચલાવી રહેલ યુવાનને માથામાં તથા શરીરે ઇજા થઈ હતી જ્યારે તેના પત્નીને માથામાં ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય એક મહિલાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા બે લોકોને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલા યુવાનના કૌટુંબિક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીને ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સાણંદ તાલુકાના મટોડા ગામ વાટાવાસ વિસ્તારમાં રહેતા રોહિતભાઈ બાબુભાઈ ચૌહાણ (34)એ બોલેરો ગાડી નંબર જીજે 11 વીવી 6682 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદના દેવળીયા ગામ નજીક માળિયા હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવીને ફરિયાદીના કૌટુંબિક ભાઈ સાહેદ ધનાભાઈ રમણભાઈ ચૌહાણના બાઇક નંબર જીજે 38 એટી 3351ને  પાછળથી ટક્કર મારી હતી જેથી બોલેરો અને બાઈક બંને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયા હતા અને આ બનાવમાં ફરિયાદીના કૌટુંબિક ભાઈના બાઈક ઉપર તેની સાથે બેઠેલ તેના પત્ની જાગૃતીબેનને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જો કે, બાઈક ચાલક ધનાભાઈને માથા અને શરીરે ઇજાઓ થઈ હતી અને સાહેદ મિતલબેન હલુભાઈ મકવાણાને માથાના ભાગે તથા જમણા પગે ફેકચર જેવી ઇજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માતના બનાવ બાદ બોલેરો ગાડીનો ચાલક સ્થળ ઉપર પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

આઇસર ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ વ્યક્તિ સારવારમાં

હળવદના નવા વેગડવાવ ગામે રહેતા હરખાભાઈ છગનભાઈ હડિયલ (69)એ આઇસર ટ્રક નંબર એમએચ 28 બીબી 6321 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, હળવદમાં આવેલ વગાડવાવ ફાટક પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 13 એસ 9216 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસર ટ્રકના ચાલકે બેફિકરાયથી વાહન ચલાવ્યું હતું અને બાઇકને હડફેટે લીધું હતું જે બનાવમાં સાહેદને ડાબા ખભા અને પડખાના ભાગે ગંભીર થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News