મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ


SHARE









હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ

હળવદમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોક પાસેથી યુવાન થાર ગાડીમાં તેના પરિવારના લોકો સાથે જતો હતો ત્યારે સામેથી ડબલ સવારી બાઇક આવ્યું હતું અને બાઇક ઉપર આવેલા શખ્સોએ યુવાનને જાહેરમાં ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી

હતી ત્યાર બાદ મોરબી ચોકડી પાસે બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને લાકડી, પાઇપ અને ધારિયા જેવા હથિયરાથી મારા મારી કરવામાં આવી હતી જેમાં ઇજા પામેલા બંને જૂથના લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાર બાદ બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદમાં આવેલ કરાચી કોલોની અન્ન ક્ષેત્ર પાસે રહેતા દેવાભાઈ ગાંડુભાઈ સરૈયા (35)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઈમ્તિયાઝભાઈ યુનુસભાઇ ચૌહાણ, શકીલભાઈ ભટ્ટી, સદામ ઉર્ફે ભાણો, મુસ્તાકભાઈ શેખ અને શાહરુખભાઈ મહેબુબભાઇ મન્સૂરી તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી તેના પરિવાર સાથે પોતાની થાર ગાડી લઈને હળવદના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી ઇમ્તિયાઝ અને શકીલ બંને બાઈક લઈને સામેથી આવ્યા હતા અને ફરિયાદીની સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ અન્ય આરોપીઓ ત્યાં આવી ગયા હતા અને ફરિયાદીને જાહેરમાં ગાળો આપીને ઢીકાપાટુંનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી મોરબીના લાતી પ્લોટ શેરી નં. 4-5 ની વચ્ચે રહેતા મોહસીનભાઈ અબ્દુલભાઈ રાઠોડ (34)એ હાલમાં સામતભાઈ ભરવાડ, આર.કે. સોરીયા, નિલેશ ઠાકોર, જગો ડુડી, બાબુભાઈ, વિજય મશરૂભાઈ તથા અન્ય બે અજાણ્યા માણસો રહે. બધા હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સાહેદ સદ્દામભાઈને આરોપી સામતભાઈ સાથે માથાકૂટ થયેલ હોય જેમાં ફરિયાદી તથા સહેદો સદ્દામભાઈને છોડાવવા ગયેલા હતા ત્યારે આરોપીઓએ લાકડી, પાઇપ, ધોકા જેવા હથિયારો ધારણ કરીને ફરિયાદી તથા સાહેદ ઉપર હુમલો કર્યો હતો અને શરીરે આડેધડ લાકડી, પાઇપ, ધોકા મારીને સબીરભાઈને માથામાં, રસીદભાઈને જમણા પગ અને ડાબા હાથમાં ફ્રેક્ચર તથા અફઝલભાઈને બંને પગમાં તથા ડાબા હાથમાં ફેકચર જેવી ઇજા કરેલ છે જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઠ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News