મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના ઈશ્વરનગરથી ભણવા જતી બે બહેનનોના સ્કૂટરને ટ્રક ચાલકે હડફેટે લેતા બહેનની નજર સામે બહેનનું મોત


SHARE









હળવદના ઈશ્વરનગરથી ભણવા જતી બે બહેનનોના સ્કૂટરને ટ્રક ચાલકે હડફેટે લેતા બહેનની નજર સામે બહેનનું મોત

હળવદના ઇશ્વરનગર ગામે રહેતી પરિણીતા અને તેની કૌટુંબિક બહેન ભણવા માટે હળવદ જતી હતી ત્યારે માળીયા-હળવદ સ્ટેટ હાઇવે રોડ ઉપર સુસવાવ ગામના પાટીયા પાસે બ્રાહ્મણી નદીના પુલ ઉપર ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લીધું હતું અને એક યુવતીના માથા ઉપર ત્રાકનું વ્હીલ ફરી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને હાલમાં આ બનાવમાં ઇજા પામેલ પરિણીતાએ સારવાર લીધા બાદ ટ્રક ચાલક સામે ગુનો નોંધાવતાં પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ઇશ્વરનગર ગામે રહેતી કૃપાલીબેન ધર્મેન્દ્રભાઇ કાલરીયા (ઉ.૨૧)એ હાલમાં ટ્રક નંબર જી.જે ૧૨ બીડબલ્યુ ૦૨૩૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા-હળવદ સ્ટેટ હાઇવે રોડ ઉપર સુસવાવ ગામના પાટીયાથી હળવદ તરફ બ્રાહ્મણી નદીના પુલ ઉપર આરોપી ટ્રક ચાલક પોતાના હવાલા વાળી ટ્રક લઈને આવી રહ્યો હતો ત્યારે ગફલત ભરી રીતે ટ્રક ચલાવીને ફરીયાદી અને ફરીયાદીની કુટુંબી બહેન શ્રુતીબેન બંન્ને પોતાના ગામથી સ્કૂટર નંબર જીજે ૩૬ ડી ૬૨૨૩ લઇને હળવદ મહર્ષી ગુરુકુલ ખાતે અભ્યાસ કરવા જતા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી સ્કૂટરમાંથી બંને બહેનો નીચે પડી હતી જેથી ફરિયાદીને ડાબા પગના અંગુઠે સામાન્ય ઇજા અને જમણાં હાથના ખંભે ઇજા થયેલ હતી જો કે, તેની કૌટુંબિક બહેન શ્રુતીબેન ઉપર ટ્રક ચડાવી દઇને માથામાં ગંભીર ઇજા કરી હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત કરીને  ટ્રક ચાલક ત્યાથી નાશી ગયો હતો જેથી કરીને પોલીસે યુવતીની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી એકટ કમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News