મોરબીના લાયન્સનગરમાં રહેતો યુવાન ઘરેથી ઇંડા લેવા ગયા બાદ ગુમ
મોરબીમાં એચઆઇવીગ્રસ્ત બહેનો સહીતનાઓને મકરસંક્રાંતિ નિમિત્તે કીટ વિતરણ કરાયુ
SHARE









મોરબીમાં એચઆઇવીગ્રસ્ત બહેનો સહીતનાઓને મકરસંક્રાંતિ નિમિત્તે કીટ વિતરણ કરાયુ
મકરસંક્રાંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે સગર્ભા સ્ત્રીઓ તેમજ એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાન માટે ન્યૂટ્રેશન કીટ જેમાં ૧ કિલો અડદિયા અને ૧ કિલો ખજુરની ૧૦૦ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું.કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત કરવામાં આવેલ.તેમજ કાર્યક્રમમાં માર્ગદર્શન ટી.ડી.ઓ કમલેશભાઈ પરમાર તેમજ ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ હતું કાર્યક્રમમાં બહેનો માટે જે કિટ આપવામાં આવેલ તે કીટનું અનુદાન દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવ્યુ હતુ.જેમા શેખરભાઈ આદ્રોજા (મેટ્રોપોલો સિરામિક), અંકુરભાઇ રાણપરા (સમ્રાટ જ્વેલર્સ), સાગરભાઇ ઠાકર (સિમોજા સીરામીક), સુભાષભાઈ મહેશ્વરી, ભાવેશભાઈ મણિયાર (ક્રિષ્ના કલર), એડવોકેટ ઉદયસિંહ જાડેજા, હિતેશભાઈ રાણપરા (રાધે જ્વેલર્સ) જગદીશભાઈ તલસાણીયા (દરિયાલાલ ઈલેક્ટ્રીક), શકિતભાઈ મુલીયા દ્વારા આ કીટનું અનુદાન આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય અધીકારી જયેશભાઈ કતીરા, સીવીલ હોસ્પિટલ અધિક્ષક ડૉક્ટર પ્રદીપભાઈ દુધરેજીયા, મેડિકલ ઓફિસર દિપ્તીબેન તલસાણીયા, મેડિકલ ઓફિસર દિશાબેન પાડલીયા, ડિસટીક પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોશી, રઘુભાઈ ગડારા, અજયભાઈ લોરીયા, ઠાકરશી બાપા, વિજયભાઈ અનમોલ પ્રોજેક્ટ, ભાવસરભાઈ, કિરણબેન ઠાકર, મુનાભાઈ સીમોરા સિરામિક, હિતેષભાઈ ભાવસર, મુળજીભાઈ પટેલ, જસમતગઢ તેમજ અન્ય આગેવાનો કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા.
જલારામ મંદિર
મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ ચોખ્ખા ઘીમાંથી બનેલ ડ્રાયફ્રુટથી ભરપુર અડદીયા વિતરણ તથા વિવિધ જાતની ચીકી વિતરણ ચાલુ છે.મકરસંક્રાંતિના દીવસે સવારે ૯ કલાકથી શુધ્ધ તેલમાંથી બનેલ ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદીનું વિતરણ કરવામા આવશે.ઉંધિયા તથા બાસુંદી માટેનુ બુકીંગ ચાલુ છે.
