મોરબી : એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન
SHARE









મોરબી : એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન
એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ,૨૦૨૨ એટલે કે શ્રી સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિ નિમિતે પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.
પુસ્તક મેળાના આયોજનનો ઉદ્દેશ શ્રી સ્વામિ વિવેકાનંદ ના આદર્શો દ્વારા વિદ્યાર્થીઓનેને જીવનમાં સાચી દિશા મળી રહે તથા વિવિધ પુસ્તકો દ્વારા તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવો હતો.પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓએ પુસ્તક મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.પુસ્તકોના વાંચનથી મનનો કચરો સાફ થાય છે અને વિચારોને નવી દિશા મળે છે કારણકે પુસ્તકો આપણાં શ્રેષ્ઠ મિત્રો છે. સંસ્થાના પ્રેસિડેંટ શૈલેષ કલોલાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યુ હતુકે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા જ્ઞાન રૂપી પ્રકાશ મદદ કરે છે આથી પુસ્તકો વાંચવા જોઈએ.સંસ્થાના પ્રિન્સિપાલ મિતલ મેનપરાએ વિદ્યાર્થીઓને પુસ્તકમેળામાં હોંશભેર ભાગ લેવા બદલ બિરદાવ્યા હતા.
