માળીયા(મી)ના વિરવિદરકા ગામે યુવાનની હત્યા બાદ ગુમ થયેલા આદિવાસી પરિવારની શોધખોળ
SHARE









માળીયા(મી)ના વિરવિદરકા ગામે યુવાનની હત્યા બાદ ગુમ થયેલા આદિવાસી પરિવારની શોધખોળ
માળીયા(મી)ના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હતી જેથી કરીને આ બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટના સ્થળે જઈને લાશને પીએમ માટે ખસેડી હતી અને મૃતક યુવાન વીરવિદરકા ગામનો જ હોવાનું સામે આવ્યું હતું જેથી મૃતકના ભાઈની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરેલ છે અને જે જગ્યાએ હત્યા કરવામાં આવી છે ત્યાં રહેતો આદિવાસી પરિવાર ગુમ થયેલ છે જેથી કરીને પોલીસે હાલમાં તેની શંકાના આધારે તપાસ શરૂ કરેલ છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામે અંગારના વાડા તરીકે ઓળખાતી જગ્યામાં યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હતી જેથી કરીને ગામના સરપંચ દ્વારા આ બનાવની માળીયા મિયાણા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતક યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭) હોવાનું સામે આવ્યું હતું જેથી હત્યાના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલા રહે, વિરવિદરકા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વિરવિદરકા ગામે જે રોહિતભાઈની હત્યા કરવામાં આવી છે તેને હત્યારાએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા માર્યા હતા અને તેની હત્યા કરવામાં આવી છે આટલું જ નહીં હત્યાના આ બનાવ પછી ત્યાં રહેતા આદિવાસી હાલમાં સ્થળ ઉપર નથી જેથી કરીને પોલીસ અને પરિવારજનોએ તેની સામે શંકાની સોય તાંકીને તેને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે અને હત્યારો ઝડપશે પછી જ યુવાની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેની માહિતી સામે આવશે માળીયાનાં વિરવિદરકા ગામે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી છે તે બનાવમાં પોલીસે હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે જો કે, ગામના જ યુવાનની હત્યા કોણે કરી અને શા માટે કરી તે પ્રશ્નની ગુથી કયારે ઉકેલાશે તે પ્રશ્ન છ
