મોરબી : માળીયાના ઘાટીલા ગામે નવદંપતીના મોત સંદર્ભે મૃતક સામે ફરિયાદ નોંધાઇ
માળીયાના જુના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ પકડાયા
SHARE









માળીયાના જુના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ પકડાયા
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામે સીમ વિસ્તારમાં ઘોડાધ્રોઇ નદીના કાંઠા પાસે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો છે તેવી મળેલ બાતમીને આધારે માળીયા પોલીસે ત્યાં રેડ કરતાં જાહેરમાં જુગાર રમી રબેલા સુરેશ ઉર્ફે ભગત વિઠ્ઠલ સીતાપરા કોળી (૪૩) રહે.સુલતાનપુર તા.માળીયા, વેરસી રણછોડ સનુરા કોળી (૩૬) રહે.સુલતાનપુર તા.માળીયા અને અકબર હારૂન પારેડી મિંયાણા (૩૦) રહે.ચીખલી તા.મીયાણાની રોકડા રૂપિયા ૮,૦૩૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે શિવપાર્ક વિસ્તારમાં રહેતો મુન્નાભાઈ અરવિંદભાઈ મકવાણા નામનો યુવાન તારીખ ૧૪ ના મકરસંક્રાંતિના રોજ તેના ફઈબાને ત્યાં માલીયાસણ ગામે ગયો હતો ત્યાં કોઈ બાબતે બોલાચાલી બાદ ઝઘડો થતાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા ઇજાગ્રસ્ત મુન્નાભાઈ અરવિંદભાઈ મકવાણાને રાજકોટની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું મોરબી સીટી બી ડિવિજન પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.બનાવ બાબતે રાજકોટ કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.જ્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં પ્રકાશ માધુભાઈ બામણીયા નામના ૩૪ વર્ષીય સોરીસો ચોકડી લખધીરપુર રોડ નજીક રહેતા મજુર યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.
મહિલા સારવારમાં
મોરબીના શનાળા રોડ જી.આઈ.ડી.સી પાસે આવેલી અરિહંત સોસાયટીમાં રહેતા ચાંદનીબેન ભાવેશભાઈ સોમૈયા નામની ૩૨ વર્ષીય મહિલા મોરબીના જી.આઈ.ડી.સી પાસે ગેસનો ફુગ્ગો લેવા માટે ઊભા હતા ત્યારે ગેસનો બાટલો ફાટતાં આગ લાગી જતાં ઈજાગ્રસ્ત ચાંદનીબેન સોમૈયાને અત્રેની નક્ષત્ર હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જણાવ્યું છે.જે અંગે હાલ એચ.યુ.ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના નવલખી રોડ રણછોડનગર પાસે આવેલ બોખાની વાડી વિસ્તારમાં રહેતો દામજીભાઈ મૂળજીભાઈ નકુમ નામનો ૪૧ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે પંચાસર ચોકડી નજીક વાહન અકસ્માત સર્જાતાં ફેકચર જેવી ઇજાઓ સાથે દામજીભાઈ નકુમને અત્રેની મધુરમ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.
