વાંકાનેરના આગાભી પીપળીયાના યુવકે ઝેર પીધું, ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયા બાદ મહિલા બ્લેકમેઈલ કરવા લાગી
હળવદ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના તાર કમલમ સુધી જોડાયેલા છે: શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા
SHARE
હળવદ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના તાર કમલમ સુધી જોડાયેલા છે: શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા
હળવદ નગરપાલિકામાં પ્રમુખના પતિ અને જિલ્લા ભાજપના મહામંત્રી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવી એક કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લાથી લઈને પ્રદેશ ભાજપ સુધી અગાઉ રજૂઆતો કરવામાં આવી છે તેવામાં આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે હળવદ નગરપાલિકામાં કામ કરતાં કોન્ટ્રાક્ટરો પાસેથી 25 થી 30 ટકા જેટલું કમિશન લેવામાં આવે છે અને આ ભ્રષ્ટાચારના તાર કમલમ સુધી જોડાયેલા છે
ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની વાતો ભાજપ દ્વારા કરવામાં આવે છે પરંતુ બેફામ ભ્રષ્ટાચાર હળવદ નગરપાલિકામાં થાય છે તેવી રજૂઆત અગાઉ એક કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હતી જેને લઇને મોરબીના રાજકારણમાં ગરમાવવા આવ્યો હતો તેવામાં આજે મોરબીમાં સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ ગોપાલભાઈ દોરાલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે હળવદ નગરપાલિકાનું પ્રમુખ પદ મહિલા અનામત છે જોકે હાલમાં જે મહિલા પ્રમુખ છે તેના પતિ દ્વારા જ તમામ પ્રકારના વહીવટો કરવામાં આવી રહ્યા છે જોકે, હાલના પાલિકા પ્રમુખના પતિ અગાઉ નગરપાલિકામાં હંગામી કર્મચારી તરીકે જ્યારે નોકરી કરતા હતા ત્યારે સ્મશાનના લાકડામાં તેને ભ્રષ્ટાચાર કર્યો હતો જેથી તેને પાલિકામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ હતા અને હાલમાં ભાજપ દ્વારા તેના પત્નીને નગરપાલિકાના પ્રમુખ પદે બેસાડવામાં આવેલ છે. જેથી વિશાલભાઈ રાવલ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરે છે અને તેને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે છાવરી રહ્યા છે જો છેલ્લા મહિનામાં ચૂકવેલા બિલોની તટસ્થ તપાસ કરવામાં આવે તો હજુ કેટલાક કૌભાંડો સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અંતમાં શહેર કોંગ્રેસના પ્રમુખે એવા આક્ષેપ કર્યો હતો કે હળવદ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના તાર કમલમ સુધી જોડાયેલા છે અને અહીં કામ કરવા માટે આવતા કોન્ટ્રાક્ટરો પાસેથી 25 થી 30 ટકા જેટલુ કમિશન લેવામાં આવે છે જેથી સારા કોન્ટ્રાક્ટર હળવદ નગરપાલિકા વિસ્તારમાં કામ કરવા માટે પણ આવતા નથી આટલું નહીં જ નહીં છેલ્લે હળવદ નગરપાલિકામાં સામાન્ય સભાની બેઠક મળી હતી ત્યારે સામાન્ય સભાની બેઠકમાં પાલિકા પ્રમુખના પતિ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા સભાની અંદર ભાગ લેવામાં આવ્યો હોય તે પ્રકારના વિડીયો સામે આવ્યા છે જેને લઈને હવે કોંગ્રેસ દ્વારા આરસીએમમાં રજૂઆત કરવામાં આવશે અને જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં નહીં આવે તો હળવદ નગરપાલિકા સામે કોંગ્રેસ દ્વારા આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે