રામપરા વન્યપ્રાણી અભયારણ્યને વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત નવીન વિરપર હેડવર્ક્સ અંતર્ગત ટંકારા તાલુકાના ૨૦ ગામો-પરાંના ૪૧,૪૭૬ થી વધુ લોકોને મળશે નિયમિત શુદ્ધ પીવાનું પાણી મોરબી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વર્લ્ડ AMR અવેરનેસ વીક ૨૦૨૬ ની ઉજવણી કરાઇ મોરબીમાં ૨૮ નવેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં નવા બનતા ફિલ્ટર કામ અને રીનોવેશન કામનું મેયરે કર્યુ નિરિક્ષણ મોરબીમાં નજરબાગથી ભડિયાદ સુધીના રોડની કામગીરીનો મેયરની હાજરીમાં પ્રારંભ હળવદ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના તાર કમલમ સુધી જોડાયેલા છે: શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા વાંકાનેરના આગાભી પીપળીયાના યુવકે ઝેર પીધું, ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયા બાદ મહિલા બ્લેકમેઈલ કરવા લાગી
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૮ નવેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન


SHARE







































મોરબીમાં ૨૮ નવેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી ના રોજ તા.૨૮/૧૧/૨૦૨૬ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે ઔધોગિક ભરતી મેળાનું આયોજન તાલુકા સેવાસદન ની સામે,વાંકાનેર-રાજકોટ હાઇવે, આઇ.ટી.આઇ – વાંકાનેર., ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે.

આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો, આ મેળામાં ધોરણ-૯ પાસ, નોન-મેટ્રિક, એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ. તેમજ સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે. જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે અગાઉ નામ નોંધણી કરાવી નથી, તેઓ પણ જરૂરી તમામ દસ્તાવેજો સાથે આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. મોરબી જિલ્લાના નિયત લાયકાત ધરાવતા મહત્તમ યુવાનોને આ રોજગારલક્ષી તકનો લાભ લેવા મોરબી રોજગાર અધિકારી મનીષા સાવનિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.














Latest News