વાંકાનેર શહેર અને મુળીના ગામડાઓમાં પીજીવીસીએલની 33 ટીમો એસઆરપી-પોલીસને સાથે રાખીને ત્રાટકી
ડેમેજ કંટ્રોલ બાદ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું: હળવદમાં ભાજપની ટીમ લોકોની વચ્ચે રહેશે, લોકોના કામ કરશે અને લોકોના આશીર્વાદ મેળવશે
SHARE
ડેમેજ કંટ્રોલ બાદ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું: હળવદમાં ભાજપની ટીમ લોકોની વચ્ચે રહેશે, લોકોના કામ કરશે અને લોકોના આશીર્વાદ મેળવશે
હળવદ નગરપાલિકાના પ્રમુખના પતિ તેમજ જિલ્લા ભાજપના મહામંત્રીની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે જેથી સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે આક્ષેપોનું તથ્ય તપાસવા માટે શુક્રવારે મોડી સાંજે હળવદ પહોંચ્યા હતા અને 6 કલાક સુધી સર્કિટ હાઉસ ખાતે હળવદ નગરપાલિકાના સભ્યો સાથે વન ટુ વન મીટીંગ કરીને તમામ માહિતી મેળવી હતી ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતા અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું હતું કે, જે કોન્ટ્રાક્ટરનું બિલ બાકી છે તે અંગેની તપાસ કરીને યોગ્ય હશે તો બિલ ચૂકવી આપવામાં આવશે અને ભાજપની ટીમ ડબલ એન્જિનની સરકારના નેતૃત્વમાં હળવદમાં ભાજપની ટીમ લોકોની વચ્ચે રહેશે, લોકોના કામ કરશે અને લોકોના આશીર્વાદ મેળવશે.
હળવદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર અલ્પેશ ગોસાઈનું લાખો રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું ન હતું અને બિલ ચૂકવવા માટે રૂપિયા આપવા માટેનું દબાણ કરવામાં આવ્યું હતું અને હળવદ પાલિકાના પ્રમુખના પતિ વિશાલભાઈ રાવલ દ્વારા રૂપિયા માંગવામાં આવ્યા છે અને જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે પણ તેના ભાગીદાર છે તેવો આક્ષેપ કોન્ટ્રાક્ટરે કર્યો હતો આટલું જ નહીં જિલ્લા તેમજ પ્રદેશ ભાજપમાં તે અંગેની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ શુક્રવારે સાંજે 7:30 વાગ્યે પ્રદેશ ભાજપના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે હળવદ સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા અને ત્યાં તેઓએ હળવદ નગરપાલિકાના મહિલા પ્રમુખ સહિતના 27 સભ્યોની સાથે વન ટુ વન મીટીંગ કરી હતી અને જે રીતના આક્ષેપો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યા છે તેનું તથ્ય તપાસવા માટે તેમજ હળવદ નગરપાલિકા દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે તેની માહિતી મેળવી હતી તેમજ કેટલાક ચૂંટાયેલા સભ્યોમા પાલિકાના વર્તમાન પદાધિકારીઓ સામે અસંતોષ હતો જેથી તેઓને પણ પૂરતો સમય આપીને સાંભળવામાં આવ્યા હતા.
હળવદ પાલિકાના સભ્યો સાથે 6 કલાક સુધી વન ટુ વન ચર્ચા કરી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા પણ ત્યાં બેઠા હતા. ત્યારબાદ અનિરુદ્ધભાઈ દવેએ પત્રકારોને જણાવ્યું હતું કે, અત્યારે કોઈ ખાસ મીટીંગ બોલાવવામાં આવી નથી અને જે કોન્ટ્રાક્ટર દ્વારા બિલ બાકી હોવાનું કહેવામાં આવે છે તેને નગરપાલિકા દ્વારા જે મશીનરી ઉપયોગ કરવા માટે આપી હતી તે પાલિકામાં પાછી સુપ્રત કરશે ત્યાર બાદ નિયમ મુજબની કામગીરી કરી હશે તો તેનું બિલ મંજુર કરી દેવામાં આવશે અને હાલમાં કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન વાળી સરકાર છે તેના નેતૃત્વમાં હળવદ વિસ્તારમાં ભાજપની ટીમ લોકોની વચ્ચે રહેશે, લોકોના કામ કરશે અને લોકોના આશીર્વાદ મેળવશે. આમ પ્રદેશના આગેવાને આવીને હાલમાં હળવદમાં ડેમેજ કંટ્રોલ કર્યું છે પરંતુ ભૂતકાળનું પુનરાવર્તન થશે કે પછી ગાડી પાટે ચડશે તેના ઉપર સહુકોઈની નજર મંડાયેલ છે.