મોરબી: લીલાપર સિરામીક સીટીની ઓરડીમાંથી 47 બોટલ દારૂ પકડાયો, ડી-માર્ટ પાસેથી એક બોટલ સાથે એકની ધરપકડ મોરબીમાં ઈલેકટ્રીક શોર્ટના જુદા-જુદા બનાવોમાં યુવાન, બાળક અને યુવતી સારવારમાં મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી સદગતને શ્રધ્ધાંજલી અર્પણ કરતો કક્કડ પરિવાર રામપરા વન્યપ્રાણી અભયારણ્યને વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત નવીન વિરપર હેડવર્ક્સ અંતર્ગત ટંકારા તાલુકાના ૨૦ ગામો-પરાંના ૪૧,૪૭૬ થી વધુ લોકોને મળશે નિયમિત શુદ્ધ પીવાનું પાણી મોરબી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વર્લ્ડ AMR અવેરનેસ વીક ૨૦૨૬ ની ઉજવણી કરાઇ મોરબીમાં ૨૮ નવેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં નવા બનતા ફિલ્ટર કામ અને રીનોવેશન કામનું મેયરે કર્યુ નિરિક્ષણ
Breaking news
Morbi Today

મોરબી: લીલાપર સિરામીક સીટીની ઓરડીમાંથી 47 બોટલ દારૂ પકડાયો, ડી-માર્ટ પાસેથી એક બોટલ સાથે એકની ધરપકડ


SHARE







































મોરબી: લીલાપર સિરામીક સીટીની ઓરડીમાંથી 47 બોટલ દારૂ પકડાયો, ડી-માર્ટ પાસેથી એક બોટલ સાથે એકની ધરપકડ

 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશને મળેલ બાતમી આધારે વાંકાનેર હાઈવે લાલપર પાસે આવેલ સિરામીક સીટીમાં એપાર્ટમેન્ટ નીચેની ઓરડીમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી રૂા.52651ની કિંમતની 47 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેમાં રવિ રાજુભાઈ રાઠોડ કોળી રહે. સીરામીક સીટી લાલપરનું નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ શહેરના સામાકાંઠે આવેલ ડી-માર્ટની પાસેથી નીકળેલા મનીષ ડાયાજી રાઠોડ વણઝારા (22) રહે. જંગલેશ્ર્વર પાસે ભડીયાદ રોડ સામાકાંઠે મોરબી-2ને અટકાવી અંગજડતી લેતા એક બોટલ દારૂ કિંમત રૂા.1110 મળી આવેલ હોય મનીષ રાઠોડ સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

વાહન અકસ્માત
માળીયા (મિં)ના હરીપર ગામના પાટીયા પાસે બનેલ અકસ્માતના બનાવમાં વજુભાઈ નામની વ્યક્તિને ઈજા થયેલ હતી. તેઓના કાર સાથે અકસ્માત થયેલ હોય મોરબીની ખાનગી હોસ્પિટલે અને બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. જયારે મોરબીના સામાકાંઠે એલઈ કોલેજ પાસે આવેલ મયુર હોસ્પીટલ નજીક બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલા સુરેશ દીનેશભાઈ દેગામા (19) રહે.મકનસર મોરબીને સિવિલે ખસેડાયો હતો તેમજ સામાકાંઠે નટરાજ ફાટક નજીક બાઈક ગાયની સાથે અથડાતા ઈજા પામેલા દામનલાલ રમેશકુમાર જગનાયન (26) રહે. રણછોડનગર નવલખી રોડને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

મહિલા સારવારમાં
મોરબી વીસીપરામાં રહેતા નિયામતબેન સલમાનભાઈ સુમરા (55)ને ઘેર પુત્રએ ગળુ દબાવીને ધોકા વડે માર મારતા ઈજા પહોંચેલ હોય સિવિલે ખસેડાયા હતા. જયારે સામાકાંઠે આવેલા ઈન્દીરાનગરમાં રહેતા અમીત મનસુખભાઈ (32)ને ઘર પાસે મારામારીમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો અને પીપળીયા ચોકડી નજીક ટ્રક અન્ય ટ્રકની સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયેલા ગીરધર અમૃતભાઈ વસુનીયા (22) રહે. ટીંબડી પાટીયા પાસે માળીયા હાઈવે મોરબીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.

મારામારી
મોરબી-જેતપર રોડ પીપળી નજીકના બહુચર કાંટા પાસે થયેલી મારામારીમાં ઈજા પામેલા રાહુલ ચમનભાઈ તાજપરીયા (30) રહે. સુરેન્દ્રનગરને અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે આમરણ (મોરબી) ગામે થયેલી મારામારીના બનાવમાં ઈજા થતા તેજા રમેશ સીરોયા (28) અને લાજીદમિંયા રજાકમિંયા બુખારી (31)ને સામાપક્ષેથી અશરફમિંયા હુશેનમિંયા બુખારી (70) અને દાઉદ કાદિરભાઈ શાહમદાર (40) રહે. ચારેય આમરણને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી-2 જુના ઘુંટુ રોડ સિમ્પોલો સિરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં મજુરી કામ કરતા મહેશ મગનભાઈ સિહોરા (20)ને યુનીટમાં સાથે કામ કરતા વ્યક્તિને ઝગડો કરીને માથામાં માર મારતા ઈજા થયેલ હોય અહીંની શિવમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. #morbi

 

 














Latest News