મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી સદગતને શ્રધ્ધાંજલી અર્પણ કરતો કક્કડ પરિવાર
મોરબીમાં ઈલેકટ્રીક શોર્ટના જુદા-જુદા બનાવોમાં યુવાન, બાળક અને યુવતી સારવારમાં
SHARE
મોરબીમાં ઈલેકટ્રીક શોર્ટના જુદા-જુદા બનાવોમાં યુવાન, બાળક અને યુવતી સારવારમાં
મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવોમાં યુવક-યુવતી અને એક બાળકને ઈલેકટ્રીક શોટ લાગતા સારવારમાં ખસેડાયા હતા.જેમાં મોરબીના લીલાપર કેનાલ રોડ ખાતે વૃક્ષ કાપતા સમયે ઈલેકટ્રીક શોટ લાગતા સુશિલભાઈ ફરદીનભાઈ (28) રહે. લાલપર તા.મોરબીને સિવિલે ખસેડાયો હતો.જો બનાવ ઘુંટુ રોડે જીલટોપ સિરામીકની સામે આવેલી સોસાયટીના રહેણાંક મકાનમાં બન્યો હતો જેમાં દોઢ વર્ષના અહદખાન અલીમખાન નામના બાળકને ઈલેકટ્રીક શોટ લાગેલ હોય સિવિલે લાવવામાં આવ્યો હતો. અને ત્રીજો બનાવ ટંકારાના ઘુનડા ગામે ધ્રુવ પ્રિન્ટ પેક ખાતે બન્યો હતો જેમાં ત્યાં કામ દરમ્યાન ઈલેકટ્રીક શોટ લાગતા સુશિલાબેન હેમરાજભાઈ કટારા (19)ને અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માત
જેતપર રોડે પાવડીયારી કેનાલ પાસે રહેતા રાહુલ મિથિલેશ્ર્વરસિંહ યાદવ (32)ને ત્યાં વાહન અકસ્માત બનાવમાં ઈજા થયેલ હોય 108 વડે અત્રેની સિવિલે સારવાર માટે લવાયો હતો.જયારે મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે રોડ ઉપર રહેતા કૌશરબેન ફકીર નામના 60 વર્ષના વૃધ્ધાને બીમારી સબબ અહિંની સિવિલે લઈ જવાયા હતા અને બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. જયારે વાંકાનેર હાઈવે રફાળેશ્ર્વર પાસે રહેતા દિનેશ સુનિલભાઈ શર્મા (24)ને બીમારી સબબ અને વાલીવારસ ન હોય મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
યુવાન સારવારમાં
મોરબી સાવસર પ્લોટ પરમેશ્ર્વર પ્લાઝામાં રહેતો શૈલેષ મોહનભાઈ ઠાકોર (33) નામનો યુવાન બાઈક લઈને જતો હતો. ત્યારે વિરપરથી હડમતીયા (ટંકારા) જતા સમયે રસ્તામાં પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા શૈલેષ ઠાકોરને અહિંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો. જયારે માટેલ રોડ ઉપર સોની સિરામીકના કવાટરમાં રહીને મજુરીકામ કરતા લોકેશભાઈ મોજીલાલ બાલમુકુંદ (35) નામના યુવાનને યુનીટ પાસે ચારેક લોકોએ લોખંડના પાઈપ-લાકડાના ધોકા વડે માર મારતા ઈજાગ્રસ્ત લોકેશભાઈને અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.
મહિલા સારવારમાં
ટંકારાના હડમતીયા ગામે હિરજીભાઈની વાડીએ રહી મજુરીકામ કરતા સુમિબેન બાબુભાઈ મોહનીયા (30)ને વાડીએ પતિ દ્વારા માર મારવામાં આવેલ હોય તેઓને અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે વાંકાનેરની જામસર ચોકડીની પાસે થયેલા વાહન અકસ્માતમાં ઈજા થયેલ હોય મુનાભાઈ લવજીભાઈ દેત્રોજા (35) રહે. માટેલ તા.વાંકાનેરને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા બાબુભાઈ બટુકભાઈ તળેટીયા (50) નામના આધેડ વાંકાનેર ખોજાખાના વિસ્તાર પાસે હતા. ત્યાં ત્રણેક લોકોએ ઝગડો કર્યા બાદ લોખંડના પાઈપ વડે માર મારેલ હોય બાબુભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.