મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબીમાં પિતાએ ઘરેથી રૂપિયા લઈ જવા બાબતે ઠપકો આપતા યુવાને જાત જલાવીને કર્યો આપઘાત
SHARE









મોરબીમાં પિતાએ ઘરેથી રૂપિયા લઈ જવા બાબતે ઠપકો આપતા યુવાને જાત જલાવીને કર્યો આપઘાત
મોરબી નગરપાલિકાની પાછળના ભાગમાં આવેલ બોયઝ હાઇસ્કુલના પાછળના ભાગે ગઇકાલે મોડી સાંજના સમયે યુવાને શરીરે જ્વનલશીલ પ્રદાર્થ છાંટીને દીવાસળી ચાંપી આપઘાત કર્યો હતો અને ગંભીર રીતે યુવાન દાઝી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને હાલમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને તેના પિતાએ ઘરેથી રૂપિયા લઈને જવા બાબતે ઠપકો આપ્યો હતો જેનું તેને લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાની જાત જલાવીને આપઘાત કર્યો છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નંબર- ૧૧ માં રહેતા જગદીશ ભગવાનજીભાઇ પરમાર જાતે સતવારાના ૧૮ વર્ષીય દીકરો લાલજીભાઇ જગદીશભાઇ પરમાર જાતે સતવારાએ ગઇકાલે મોડી સાંજના સમયે બોયઝ હાઇસ્કુલના પાછળના ભાગે પોતાના શરીરે ડીઝલ છાંટીને દીવાસળી ચાંપી આપઘાત કર્યો હતો અને ગંભીર રીતે યુવાન દાઝી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું વધુમાં મૃતક યુવાનના પરિવારજનો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ શનિવારે રાત્રીના જમીને ઘરેથી નિકળયા બાદ લાલજીભાઇ ગુમ હતો અને તેનો પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો.
દરમ્યાનમાં લાલજીભાએ તેના મામાને ફોન કરીને પોતે બોયઝ હાઇસ્કુલની પાસે હોવાનું અને મને લેવા માટે આવો તેમ જણાવ્યું હતુ જેથી પરિવાર તેને લેવા માટે આવ્યો હતો. તે દરમ્યાનમાં પરિવારના સભ્યોને જોઈને લાલજીભાઇ પરમારે શરીરે જ્વનલશીલ પ્રદાર્થ છાંટીને કાંડી ચાંપી લેતાં તેનું ગંભીરપણે દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ. આ બનાવની જાણ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો
વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક લાલજીભાઇ જગદીશભાઇ પરમાર (ઉ.૧૮)ને તેના પિતાજીએ રૂપીયા ઘરેથી લઇ જવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા પોતાની જાતે કોઇ જ્વનલશીલ પ્રદાર્થ છાંટી તેને સળગી જઈને આપઘાત કરેલ છે હાલમાં આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
