મોરબીમાં પિતાએ ઘરેથી રૂપિયા લઈ જવા બાબતે ઠપકો આપતા યુવાને જાત જલાવીને કર્યો આપઘાત
મોરબીમાં ક્રાંતિકારી સેનાએ તિરંગાનું સન્માન જાળવ્યું
SHARE









મોરબીમાં ક્રાંતિકારી સેનાએ તિરંગાનું સન્માન જાળવ્યું
મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા પતંગ પર પ્રતિબંધ મૂકવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા નક્કર કામ કરવામાં આવતું નથી ત્યારે ક્રાંતિકારી સેના મેદાનમાં આવી હતી અને મોરબીના તમામ સ્ટોલ અને હોલસેલના વેપારીને મળીને તિરંગાનું ગૌરવ સમજવીને જ્યાંજ્યાં પતંગ વેચતા હતા ત્યાંથી તેને લઈને યોગ્ય રીતે સન્માન સાથે તિરંગાવાળી પતંગોનો નિકાલ કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કે, તિરંગા માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે અને આજે પણ સૈનિકો સહિત અનેક નામીઅનામી લોકો તિરંગા માટે બલિદાન આપે છે ત્યારે અધિકારી અને પ્રજા કેમ તિરંગાને ભૂલી જાય છે ? તેવા સમયે ક્રાંતિકારી સેના દ્રારા તિરંગાનું સન્માન જાળવવા માટેનો પ્રયાસ કરીને અન્યો લોકોને પણ તિરંગાનું સન્માન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
