મોરબીના લાયન્સનગરમાં ગંદકી દૂર કરીને રોજીંદી સફાઈ કરવાની માંગ
SHARE









મોરબીના લાયન્સનગરમાં ગંદકી દૂર કરીને રોજીંદી સફાઈ કરવાની માંગ
મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં ગંદકીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે અને તેની રજૂઆત વારંવાર પાલિકામાં કરવામાં આવે છે તો પણ આ પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને આ મુદે પાલિકામાં વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે અને કચરાના ઢગલા ખડકાયા છે તેને દૂર કરવાની તેમજ કચરા માટેની ગાડી મૂકવાની સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં પાલિકાની કચરા કલેક્શન માટેની ગાડી કચરો લેવા આવતી નથી. જેથી કરીને આડેધડ કચરાના ઢગલા આ વિસ્તારમાં પડ્યા હોય છે જેથી કચરાના ઢગલા ઉપડવામાં આવે અને રોજે કચરો લેવા માટે ગાડી મોકલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને લાયન્સનગર પ્રાથમિક શાળાની પાછળ ત્રણ શેરીઓમાં કચરાની ગાડી આવતી જ નથી જેથી લોકોને હેરાન થવું પડે છે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી આવે તેવી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ માંગણી કરી છે.
