મોરબી સહિત પાંચ જિલ્લામાથી હદપાર કરાયેલ મહિલા બુટલેગર ૨૫૦ લિટર દારૂ સાથે ઘરમાંથી ઝડપાઇ !
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલા આપઘાતના પ્રયાસમાં એક આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલા આપઘાતના પ્રયાસમાં એક આરોપીની ધરપકડ
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયા પરત આપી દીધા હોવા છતાં પણ યુવાન તેમજ તેના ભાઈ અને પિતાને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ઝેરી દવા પી લીધી હતી માટે તેને સારવારમા ખસેડાયો હતો અને આ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના કણબીપરામાં રામજી મંદિર પાસે રહેતા અને હાલમાં મહેન્દ્રનગર ગામે જીગ્નેશભાઈ પટેલના મકાનમાં ભાડે રહેતા ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા જાતે પટેલ (ઉંમર ૩૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવેશભાઈ મહેતા રહે. રવાપર રોડ, અર્જુનભાઈ આહીર રહે. કુબેર નગર સોસાયટી, આશિષભાઈ આહીર રહે. મહેન્દ્રનગર અને સોહિલભાઈ સુમરા રહે. પંચાસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં ઉમેશભાઈ પારેજિયાએ જણાવ્યું હતું કે તેને આરોપીઓ પાસેથી જુદા જુદા સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જો કે, તેને તે રૂપિયા પરત આપી દીધા હોવા છતાં પણ અવારનવાર આરોપીઓ દ્વારા ફરિયાદી ઉમેશભાઈ તેમજ તેના ભાઈ અને તેના પિતાને ફોન કરીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ઉમેશભાઈ પાસે રૂબરૂ આવીને બળજબરીથી મૂદલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તેમજ તેના ભાઈને સોહીલભાઈ અને આશિષભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કંટાળી જઈને ઉમેશભાઈએ મોરબી નજીકના જુના ઘુટુ રોડ ઉપર બાપા સીતારામ મઢુલી પાસે જીરામાં નાખવાની દવા ગટગટાવી લીધી હતી માટે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ઉમેશભાઈએ ભાવેશભાઈ, અર્જુનભાઈ, આશિષભાઈ અને સોહિલભાઈની સામે મોરબી તાલુકા પોલીસે સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૪, ૫૦૬ (૨), ગુજરાત નાણ ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫,૩૩ (૩), ૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે અર્જુન દેવજીભાઇ કુંભરવાડિયા જાતે બોરિચા (૨૩) રહે, ફડસર વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
