મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

માળીયા (મી) નાં વિરવિદરકા ગામે પત્ની પાસે બીભત્સ માંગણી કરતાં રોહિતભાઈનું ઢીમ ઢળી દીધું


SHARE

















માળીયા (મી) નાં વિરવિદરકા ગામે પત્ની પાસે બીભત્સ માંગણી કરતાં રોહિતભાઈનું ઢીમ ઢળી દીધું

જર, જમીન અને જોરુ છે કાઝીયના છોરું... આવી જ  એક ઘટના મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામે ગામે બનેલ છે અને ત્યાં મજૂરી કામ કરવા માટે આવેલા એમપીના મજૂરની પત્ની વાડાના માલિકના ભત્રીજાએ અશ્લીલ ચેડા કરીને અશ્લીલ માંગણી કરી હતી જેથી કરીને મજૂરે તેને માથામાં ઇનત અને પથ્થર મારીને તેમજ છરી વડે ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી જે ગુનામાં પોલીસે આરોપીએ કરેલા એક ફોનના આધારે હત્યાના કેસની ગુથી ઉકેલી નાખેલ છે

મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭)ની હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદથી ત્યાં રહેતો આદિવાસી પરિવાર ગુમ હતો જો કે, તે પરિવાર કયાથી આવ્યો હતો અને કયા ગયો છે તેની કોઇની પાસે માહિતી ન હતી જેથી પોલીસે મૃતક યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭)ના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલા રહેવિરવિદરકા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને ગુમ થયેલ આદિવાસી પરિવાર ઉપર પહેલાથી જ શંકા હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલા આદિવાસી પરિવારના યુવાને ગામના જ એક વ્યક્તિના ફોનમાંથી તેના સગાને ફોન કર્યો હતો જેના આધારે માળીયા તાલુકા પોલીસને હત્યાના આ કેસની ગુથી ઉકેલવામાં સફળતા મળી ગયેલ છે અને હાલમાં યુવાનની હત્યા કરનારા આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક (30)ની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીને એમપીના અલીરાજપુરમાંથી માળીયાની પોલીસ પકડીને લઈ આવી છે

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપી મૃતક રોહિતભાઈના કાકાના વાડામાં રહીને કામ કરતો હતો અને તેની પત્ની તેમજ સંતાનો પણ તેની સાથે જ રહેતા હતા જો કે, મૃતક રોહિતભાઈ આરોપીના ઘરે અવાર નવાર આવતો હતો અને તેને આરોપીની પત્ની સુમિત્રા ઉર્ફે કાળીની મશ્કરી કરતો હતો અને તેની સાથે અશ્લીલ ચેડા કરીને અશ્લીલ માંગણી કરી હતી જેથી આરોપી અને મૃતક વચ્ચે માથાકૂટ થયેલ હતી અને ત્યારે આરોપી દિનેશે મૃતકને માથાના ભાગે પથ્થરના ઘા માર્યા હતા અને બાદમાં છરી વડે ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ દિનેશ તેની પત્ની અને સંતાનોને લઈને ત્યથી નાશી ગયો હતો જો કે, તેને ગામના જ એક વ્યક્તિ મુકેશ બેચારભાઈ સુરેલાના ફોનમાંથી તેના સબંધીને ફોન કર્યો હતો જેથી તેના આધારે પોલીસે આરોપી સુધી પહોચવા પ્રયત્ન શરૂ કરેલ હતા અને હાલમાં આરોપીને પકડી લેવામાં આવેલ છે

માળીયાનાં વિરવિદરકા ગામે તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી હતી જેનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે, આરોપી સુધી પહોચવા માટેની કોઈ કડી મળી રહી ન હતી ત્યારે આરોપી અગાઉ કરેલા એક ફોન કોલના નંબરના આધારે પોલીસે એમપી સુધી પહોચી ગયેલા આરોપી સુધી પહોચીને આરોપીને દબોચી લીધેલ છે જેથી કરીને હત્યાના આ બનાવનો તો ભેદ ઉકેલાઈ ગયો છે જો કે, મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તે કયારે અટકશે તે સૌથી મોટો સવાલ છે




Latest News