મોરબી રાજપર રોડે થોરાળા પાસે કાર વિજપોલ સાથે અથડાતા મહિલા સહિત ત્રણના મોત
SHARE









મોરબી રાજપર રોડે થોરાળા પાસે કાર વિજપોલ સાથે અથડાતા મહિલા સહિત ત્રણના મોત
મોરબી રાજપર રોડ પર થોરાળા ગામ થી આગળ ના ભાગમાં વિજપોલ સાથે એસેન્ટ કાર ધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠેલ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા હતા હાલમાં મૃતકોના મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃત વ્યક્તિઓની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે આજે મોડી સાંજના સમયે મોરબીના રાજપર રોડ ઉપર થોરાળા થી આગળ આવેલ એસેન્ટ કાર પસાર થઈ રહી હતી ત્યારે કાર ચાલકે પોતાના કારના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર વિજપોલ સાથે અથડાઈ હતી અને કાર પલટી મારી ગઇ હતી અને આ ગમખ્વાર અકસ્માતમાં કારની અંદર બેઠેલા ડ્રાઇવર, એક મહિલા અને અન્ય વ્યક્તિ આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને મહિલા સહિત અન્ય બે વ્યક્તિના મોત થયા છે આ ગમખ્વાર અકસ્માતમાં કુલ મળીને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિ મોરબીના રાજપર પાસે આવેલ પોલીપેકના કારખાના ની અંદર મજૂરી કામ કરતા હતા અને જે ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજયા છે તેમાંથી એક કોન્ટ્રાક્ટર છે અને મહિલા સહિત બે મજુર છે.
