ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં સમસ્ત લોહાણા સમાજની બેઠક યોજાઈ


SHARE













મોરબીમાં રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં સમસ્ત લોહાણા સમાજની બેઠક યોજાઈ

રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ ના નિર્માણ મા તન-મન-ધન થી સહયોગ આપવા મોરબી લોહાણા સમાજ ના આગેવાનો કટીબધ્ધ

સમસ્ત લોહાણા સમાજની એકતાના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામના નિર્માણનુ કાર્ય પુરજોશમા શરૂ થઈ ચુક્યુ છે ત્યારે શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા એવા રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામા મોરબી લોહાણા મહાજન દ્વારા સમસ્ત લોહાણા સમાજની મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા બહોળી સંખ્યામા રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત દરેક મહાનુભવોએ વિશાળ ફલક પર નિર્માણાધિન પવિત્ર શ્રી રામધામના નિર્માણ કાર્યમા તન-મન-ધનથી સહયોગ આપવા કટીબધ્ધતા દર્શાવી હતી. 

આગામી તા.૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી દરમિયાન વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા મુકામે નિર્માણાધિન શ્રી રામધામ ખાતે સદ્ગુરુ દેવ પરમ પૂજ્ય હરીચરણદાસજી મહારાજના આશિર્વાદથી તેમના સાનિધ્યમા શ્રી રામ મહાયજ્ઞનુ આયોજન કરવામા આવેલ છે જેમા દરેક રઘુવંશી ભાઈઓ-બહેનોને પધારવા શ્રી રામધામ કમિટી દ્વારા આમંત્રણ પાઠવવા મા આવ્યુ છે.આ તકે વાકાંનેર લોહાણા સમાજ ના અગ્રણી શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી, વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, મહેશભાઈ રાજવીર, બટુકભાઈ બુધ્ધદેવ, રાજકોટ લોહાણા સમાજ અગ્રણી પ્રતાપભાઈ કોટક, અશોકભાઈ મીરાણી, ભીખાભાઈ પાવ  ઉપરાંત મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નવિનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, મહેશભાઈ રાજા, જીતુભાઈ રાજવીર, મુકુંદભાઈ મીરાણી, જગદીશભાઈ કોટક, મોરબી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અધ્યક્ષ હસુભાઈ પુજારા, જીતુભાઈ પુજારા, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, દેવેન્દ્રભાઈ હીરાણી,રઘુવંશી સમાજ મોરબીના અગ્રણી અશ્વિનભાઈ કોટક, જગદીશભાઈ સેતા, જલારામ સેવા મંડળના અગ્રણી પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, જીતુભાઈ કોટક, ભાવીનભાઈ ઘેલાણી, અમિતભાઈ પોપટ, શ્રી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ સુનિલભાઈ ચંદારાણા, ડેનિશભાઈ કાનાબાર, રોનકભાઈ કારીયા, યોગેશભાઈ માણેક, સમસ્ત પોપટ પરિવાર મોરબીના અગ્રણી પ્રફુલ્લભાઈ પોપટ, સી.પી. પોપટ, શૈલેષભાઈ પોપટ, રાજકીય અગ્રણી હર્ષદભાઈ હીરાણી, અજયભાઈ કોટક, દીનેશભાઈ ભોજાણી, શ્રી જલારામ મંદિર મહીલા મંડળના અગ્રણીઓ સહીત બહોળી સંખ્યામા રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમ શ્રી લોહાણા મહાજનના કન્વીનર નિર્મિતભાઇ કક્કડે યાદીમાં જણાવ્યું છે.






Latest News