વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે પાણીની નવી પાઇપલાઇનમાથી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન: વળતરની માંગ


SHARE







મોરબીના ભરતનગર પાસે પાણીની નવી પાઇપલાઇનમાથી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકશાન: વળતરની માંગ

મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે નવી પાણીની પાઇપલાઇન પથરવામાં આવી રહી છે ત્યારે તે નવી લાઇનમાથી મોટા પ્રમાણમા પાણી બહાર નિકળ્યું હતું જેથી કરીને પાઇપ લાઇનની બાજુમાં આવેલ ૧૫ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ખેડૂતોના રવીપાર્કને મોટા પ્રમાણમા નુકશાન થયું છે જે મુદે કલેકટરને ખેડૂતોએ રજૂઆત કરેલ છે

 મોરબી તાલુકના ભરતનગર ગામ પાસે કેનાલની બાજુમાં નવી પાણીની પાઇપલાઇન પથરવામાં આવી રહી છે તે નવી લાઇનમાથી મોટા પ્રમાણમા પાણી બહાર નિકળ્યું હતું જેથી કરીને તે પાણી ખેતરોમાં ભરાઈ ગયું હતું જેથી કરીને ભરતનગર ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને આ મુદે રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા બ્રાહ્મણી-૨ ડેમથી થી નવા સાદુળકા સુધી પાણીની પાઈપ લાઈન પથરવામાં આવેલ છે  જે નવી પાઈપલાઈનમાંથી પાણી છેલ્લા ચાર દિવસથી નીકળે છે અને તે પાણી ખેતરોમાં ફરી વળ્યા છે માટે પાકને નુકશાન થયું છે માટે ખેડૂતોએ વળતરની માંગણી કરેલ છે અને વળતરની માંગ સાથે હાલમાં કામ બંધ કરાવ્યુ છે




Latest News