મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વરસાદ ખેંચાવાનાં સંજોગોમાં મગફળી પાકમાં ઉગસુક રોગના નિયંત્રણ માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન


SHARE







મોરબી જીલ્લામાં વરસાદ ખેંચાવાનાં સંજોગોમાં મગફળી પાકમાં ઉગસુક રોગના નિયંત્રણ માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન


મગફળી પાકમાં ઉગસુક રોગના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન અંગે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણના જણાવ્યા અનુસાર એસ્પરજીલસ નામની ફુગથી થતો ઉગસૂક એક રોગ છે. આ રોગમાં બીજ જમીનમાં સડી જાય છે. બીજ જમીનમાંથી બહાર કાઢી જોવામાં આવે તો કાળી ફૂગના બિજાણુંઓ તેના પર છવાયેલા હોય છે. વાવેતર બાદ લગભગ દોઢ માસ સુધી નુકશાન કરે છે. ચોમાસું લંબાય તો તેનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળે છે. છોડના પાંદડા પીડાશ પડતા દેખાવા લાગે છે. થોડા સમયમાં કંઠનો ભાગ સડી જાય છે. અંતે છોડ કંઠનાં ભાગેથી ઢળી પડે છે

ખેડૂતોને ઉગસુક રોગના નિયંત્રણ અને અટકાવવા માટેના પગલાં અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં આગામી સપ્તાહમાં વરસાદ  ખેંચાવવાનાં સંજોગોમાં પિયત આપવું. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે આંતર ખેડ મુલતવી રાખવી અને બે ઈંચ થી વધારે ઊંડું વાવેતર કરવું નહિ. ઘઉં અને ચણા સાથે પાક ફેરબદલી કરવી. ટ્રાયકોડરમાં ફૂગ આધારિત પાવડર ૨.૫ કિ.ગ્રા  ૩૦૦-૫૦૦ કિ.ગ્રા એરંડી ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી મગફળી વાવતી વખતે ચાસમાં એક એકરમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે. કાર્બેન્ડાજિમ ૫૦ ટકા વે.પા. ૨.૫ ગ્રામ અથવા કાર્બોકીસન ૩૭.૫ ટકા +થાયરમ ૩૭.૫ ટકા ડીએસ ૩ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવાથી ઉગસુકનાં રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News