મોરબીના યંગ ઇડિયા ગ્રુપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગાનું વિતરણ કર્યુ
વાંકાનેરની આંગણવાડીની દીકરીઓને મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત મેંગોપીપલ પરીવાર દ્વારા સેનેટરી પેડ વિતરણ
SHARE
વાંકાનેરની આંગણવાડીની દીકરીઓને મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત મેંગોપીપલ પરીવાર દ્વારા સેનેટરી પેડ વિતરણ
તાજેતરમાં વાંકાનેર ઘટક-૨ ની આંગણવાડીની દીકરીઓને મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરાયુ
મેંગોપીપલ પરીવારના શ્રીમતી મોનાબેન દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરીક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવી હતી.સેનેટરી પેડની માહિતી મેળવી દરેક દીકરીઓના ચહેરા પર સુંદર સ્મિત આવેલ જેનો શ્રેય મેંગોપીપલ પરીવારને જાય છે.મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ, સિડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય, સુપરવાઈઝર વૈશાલીબેન પટગીર, પુર્ણા કન્સલટન્ટ મયુરભાઈ સોલંકી, ટ્રેનર નીતાબેન, એસએનકે હેડ કોમલબેન તથા હેલ્પર બહેનો દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૮ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે.સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગરમાં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે તે ઉપરાંત સંસ્થા દ્વારા "પ્રોજેક્ટ મુસ્કાન" દ્વારા સ્લમ વિસ્તારોની બહેન-દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.આ સારા કામમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે મનીષભાઈ રાઠોડ (મો ૯૨૭૬૦ ૦૭૭૮૬ ) નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.