વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇડિયા ગ્રુપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગાનું વિતરણ કર્યુ


SHARE







મોરબીના યંગ ઇડિયા ગ્રુપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગાનું વિતરણ કર્યુ

દરેક મોરબીવાસીઓ આવતીકાલે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તિરંગાને ચિન્હ રૂપે લગાડી અથવા ઘર ઉપર તિરંગો લહેરાવી દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવી અપીલ કરાઈ

મોરબીમાં હંમેશા દેશભકિત ઉજાગર કરીને લોકોમાં દેશ પ્રત્યેની ભાવના જગાવવા સતત સક્રીય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે તા.૨૫-૧ ના સાંજે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ લોકોને રાષ્ટ્ધ્વજના પ્રતીકરૂપી તિરંગાનું વિતરણ કરીને લોકોમાં દેશભક્તિ જાગૃત કરવાની સાથે મોરબીવાસીઓ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી દેશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દરેક મોરબીવાસી પોતાના ઘર કે અન્ય સ્થળે તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી શકે તે માટે સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજના પ્રતીકરૂપે ત્રિરંગાના ચિન્હને મોરબીમાં આવેલ વિવિધ જાહેર જગ્યાઓએ વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્યે આદરભાવ અને રાષ્ટ્ર ભાવના પ્રગટાવાનો પ્રયાસ કરાયો છે. સાથેસાથે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આવતીકાલે ૨૬ મી જાન્યુઆરીના દિવસે ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હ રૂપે લગાડી અથવા પોતપોતાના ઘર ઉપર તિરંગો ધ્વજ ફરકાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અપીલ કરવામાં આવી છે.




Latest News