મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટરને આપ્યું આવેદન
SHARE
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટરને આપ્યું આવેદન
મોરબી જિલ્લા "આપ"ની ટીમ દ્વારા વિવિધ મુદદાઓને લઇને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ખેડૂતોને પડતી ખાતરમા અછત નિવારણ કરવા, ખાતરમા વધતો જતો ભાવ વધારો કંટ્રોલ કરવા તેમજ અતિ જરૂરી અને જેના લીધે નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે તેવા મોરબી પીપળી - જેતપર રોડ અને રવાપર - ઘુનડા રોડ રીપેરીંગ કરવા બાબતે ખાસ રજુઆત કરવામાં આવેલ છે.
આ મુદ્દાઓને લઇને આજ રોજ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલ તથા સહસંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાર્યકારી પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતિયા તેમજ જિલ્લાની ટીમ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવા આવ્યું હતુ.