મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)થી નેશનલ હાઇવે સુધીનો બિસ્માર રોડ તાત્કાલિક રીપેર ન થાય તો આંદોલન


SHARE













માળીયા (મી)થી નેશનલ હાઇવે સુધીનો બિસ્માર રોડ તાત્કાલિક રીપેર ન થાય તો આંદોલન

મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકા સાથે હંમેશા ઓરમાન વર્તન કરવામાં આવે છે અને હાલમાં ત્યાનો રસ્તો બિસ્માર છે તો પણ તેને રીપેર કરવા આવી રહ્યો નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ ગુજરાતના સીએમને રજૂઆત કરીને તાત્કાલિક રોડ રીપેર કરવાની માંગ કરેલ છે

માળિયા (મી.) ગામમાં સુવિધાના નામે આજે મીંડું છે અને ગામમાં રોડ, ભૂગર્ભ ગટર, પાણીની વ્યવથા ખુબ જ ખરાબ છે. માળિયા (મી.)માં બસસ્ટેન્ડ પણ નથી..! તાલુકા પંચાયત કચેરી ભંગાર હાલતમાં છે. હોસ્પિટલમાં પુરતી સુવિધા, ડોક્ટર અને દવાઓ નથી તદઉપરાંત માળિયા જે નેશનલ હાઇવે ૮-અ થી જે રસ્તાથી જોડાયેલ છે. તે રસ્તો ખુબ જ બિસ્માર છે અને વારંવાર રજુઆતો કરવા છતાં તંત્રમાં આ બાબતે કોઇ ધ્યાન આપતું નથી. તેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજુઆત કરીને માંગણી કરેલ છે કે આ રોડનું રીપેરીંગ કામ તાતાક્લીક કરવામાં નહીં આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક  કાર્યકર્મો કરવામાં આવશે 




Latest News