મોરબીના વાવડી રોડે ભગવતી પાર્કમાં મકાનમાંથી રોકડ, બે મોબાઇલ અને દાગીનાની ચોરી
હળવદની ગોલ્ડન-આલાપ સોસાયટીના ત્રણ મકાનમાં ૧,૯૪,૫૦૦ ના મુદામાલની ત્રણ શખ્સોએ કરી ચોરી
SHARE
હળવદની ગોલ્ડન-આલાપ સોસાયટીના ત્રણ મકાનમાં ૧,૯૪,૫૦૦ ના મુદામાલની ત્રણ શખ્સોએ કરી ચોરી
હળવદ શહેરમાં આવેલ હરીનગર ગોલ્ડન સોસાયટી તથા આલાપ સોસાયટીમાં જુદાજુદા ત્રણ મકાનોમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને ૧,૯૪,૫૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરામાં દેખાતા ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા માટેની તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં હારી નગર ગોલ્ડન સોસાયટી શેરી નંબર ૭માં સરા રોડ ઉપર રહેતા કિરણગીરી કૈલાશગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉ.૨૦)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તારીખ ૨૧/૧ ના રોજ રાત્રીના ૧૨ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના સાત વાગ્યા સુધીમાં તેઓના રહેણાંક મકાનને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી રોકડા ૭૦,૦૦૦ તેમજ સોના ચાંદીના દાગીના મળીને ૧,૦૩,૦૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે તો જનકભાઈ લાભુભાઈ સોલંકીના મકાનના તાળાં તોડીને તેના ઘરમાં પ્રવેશ કરી રોકડા પાંચ હજાર રૂપિયાની ચોરી કરેલ છે આવી જ રીતે હરેશભાઈ શામજીભાઈ કલારીયાના મકાનમાં પણ ચોરી કરવામાં આવી છે અને રોકડા ૧૫ હજાર રૂપિયા તેમજ ૧૫૦૦ રૂપિયાની કિંમતના દાગીના આમ કુલ મળીને જુદાજુદા ત્રણ મકાનોને નિશાન બનાવીને તસ્કરે ૧,૯૪,૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરી છે જેથી કરીને હાલમાં કિરણગીરી કૈલાશગીરી ગોસ્વામીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો જે સીસીટીવી કેમેરામાં દેખાય છે તેની સામે ગુનો નોંધી ચોરીના ભેદ ઉકેલવા માટે તજવીજ શરૂ કરી છે