ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

શેર બજારમાં રોકાણ કરનારા સાવધાન: મોરબીમાં બેન્ક ઠગાઇ કરીને મેળવેલ ૧.૯૩ કરોડ યુવાને ગુમાવ્યા !


SHARE













શેર બજારમાં રોકાણ કરનારા સાવધાન: મોરબીમાં બેન્ક ઠગાઇ કરીને મેળવેલ ૧.૯૩ કરોડ યુવાને ગુમાવ્યા !

મોરબીમાં આવેલ રાજકોટ નાગરિક સહકારી બેન્કના ગ્રાહકો સાથે ૧.૯૩ કરોડની ઠગાઈ બીજા કોઈ નહીં પરંતુ બેન્કના જ એક કર્મચારી દ્વારા કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બેન્કના કર્મચારી પ્રકાશ નકુમની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા દરમ્યાન એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, બેન્કના ૫૯ ગ્રાહકો અને બેન્કની સાથે છેતરપિંડી કરીને મેળવેલા રૂપિયા આરોપીએ શેર બજારમાં ગુમાવ્યા છે અને તેના વિરૂધ્ધનો કેસ વધુ મજવુત બને તે માટે પોલીસે રિમાન્ડ દરમ્યાન મહત્વના પુરાવા પણ એકત્રિત કરેલ છે

રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી શાખાના કર્મચારીઓ દ્વારા ખાતેદારોની જાણ બહાર તેની એફડી (ફિક્સ ડિપોઝિટ)ની રકમનો ઉપડવામાં આવી હોવાની માહિતી ઓગસ્ટ ૨૦૨૧ માં સામે આવી હતી અને ત્યાર બાદમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના ડેપ્યુટી ચીફ મેનેજર ધર્મેશ કાશીરામ મોરે જાતે મરાઠી ક્ષત્રીય (ઉ.૪૬) દ્વારા ડિસેમ્બર માહિનામાં બેંકના જ એક કર્મચારીની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેન્કના ખાતેદારો અને બેન્કની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને આ કર્મચારી દ્વારા બેન્કના ગ્રાહકો અન બેન્કની સાથે ૧.૯૩ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી

જેના આધારે પોલીસે આ ગુનામાં મુખ્ય ભેજાબાજ આરોપી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ (૨૮) રહે. વાવડીરોડ કારીયા સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે આ કર્મચારી દ્વારા બેંકના કુલ મળીને ૫૯ ખાતાધારકના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ ૧,૯૨,૯૯,૦૬૪ ની નાણાંકીય ઉચાપત કરી હતી અને બેન્કમાંથી અંગત ઉપયોગ માટે આ રકમને ઓળવી ગયો હતો અત્રે ઉલેખનીય છે કે, આ કર્મચારીએ વર્ષ ૨૦૧૭ થી તા.૧૯/૭/૨૦૨૧ સુધીમાં નાગરિક સહકારી બેન્ક લિ. માં નોકરી કરી હતી અને રાજકોટ નાગરીક સહકારી બેન્કમા જુદા જુદા ખાતાધારકોની કોઇપણ જાતની રસીદ વગર ફિક્સ ડિપોઝિટને પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી અને ખોટા ખાતામાં રકમ જમા કરાવી તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતધારકના ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી હતી અને ખાતાધારકની જાણ બહાર નેટબેંકીંગ ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી લીધા હતા

આ ગુનામાં પકડાયેલા આરોપીના કોર્ટે તા ૨૭ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી કરીને પોલીસે આરોપી વિરુધ્ધ મજબૂત પુરાવા એકત્રિત કરવા માટે રિમાન્ડ દરમ્યાન કવાયત હાથ ધરી હતી અને અગાઉ બેન્કના સ્ટાફના નિવેદન પણ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમની ધરપકડ કરેલ હતી અને તેના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમ્યાન આ આરોપીએ રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના ગ્રાહકો સહતે છેતરપિંડી કરીને જે રૂપિયા મેળવ્યા હતા તે રકમ તે શેર બજારમાં ગુમાવી ચૂક્યો છે અને જે ખાતાધારકની જાણ બહાર તેના ચેકનો ઉપયોગ ખોટી સહીને સાચી તારીખે ઉપયોગ કરીને કરવામાં આવેલ છે તે ૫૯ ચેકને પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ છે જો કે, આ કૌભાંડમાં બેન્કના કોઈ કર્મચારી નથી સંડોવાયેલા તે આશ્ચર્યજનક કહી શકાય તેવી વાત છે  






Latest News