મોરબીના જેલ ચોક સામે-ગોકુલનગરમાં ૨.૭૮ કરોડના કામનું મંત્રી મેરજાએ કર્યું ખાતમૂહુર્ત
મોરબી જીલ્લામાં રોડ-રસ્તા સહિતના કામો ૩૧ માર્ચ સુધીમાં પૂરા કરવા મંત્રીનો અધિકારીને આદેશ
SHARE









મોરબી જીલ્લામાં રોડ-રસ્તા સહિતના કામો ૩૧ માર્ચ સુધીમાં પૂરા કરવા મંત્રીનો અધિકારીને આદેશ
મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે રાજ્યના પંચાયત વિભાગના મંત્રીનો લોક દરબાર યોજાયો હતો જેમાં મોરબી, માળીયા, ટંકારા અને પડધરી વિસ્તારના રોડ રસ્તા, સિંચાઇ, જમીન સંપાદન સહિતના જે કોઈ પ્રશ્નો હોય તેનો તાત્કાલિક નિરાકરણ આવે તે માટે અરજદારો અને અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને અરજદારોના પ્રશ્ન આવ્યા હતા તેનો તાત્કાલિક નિકલા કરવા માટે અધિકારીઓને મંત્રી બ્રિજેશ મેરજાએ સૂચના આપી હતી અને હાલમાં જે રોડ રસ્તા સહિતના કામો ચાલુ છે તેને આગામી ૩૧ માર્ચ સુધીમાં પૂરા કરવા માટે કડક શબ્દોમાં સૂચના આપેલ છે
રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજા આજે મોરબીમાં હોય સવારે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ જેલની સામેના ભાગમાં આવેલ વિસ્તાર તેમજ ગોકુલનગરમાં જુદા જુદા ૨.૭૮ કરોડ રૂપિયાના રોડ રસ્તા સહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે તેઓએ લોકદરબાર રાખ્યો હતો જેમાં મોરબી માળીયા વિસ્તારના રોડ રસ્તા, સિંચાઈ જમીન સંપાદન સહિતના જુદા જુદા વિભાગને લગતા લોકોના પ્રશ્નો હતા તેનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે દરેક વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા અને અરજદારોના જે પ્રશ્નો આવેલ છે તેને ઉકેલવા માટે અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે તેમજ પત્રકારોને માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં મોરબી શહેર અને જીલ્લાની અંદર રોડ-રસ્તાના જે કોઈપણ કામ ચાલુ છે તેને આગામી ૩૧ મી માર્ચ સુધીમાં પૂરા કરવા માટે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે અને હાલમાં સરકારમાંથી જે કામ માટેના નવા જોબ નંબર લેવામાં આવેલ છે તે કામો પણ તાત્કાલિક શરુ થાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે તેની સાથોસાથ મોરબીના મચ્છુ-૨ ડેમના સિચાઈના પાણીનો લાભ મોરબી અને માળીયા તાલુકાનાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોને મળે તે માટે સિંચાઇ વિભાગના અધિકારીઓને ઘટતી કામગીરી કરવા સુચના આપેલ છે
