મોરબી જીલ્લામાં રોડ-રસ્તા સહિતના કામો ૩૧ માર્ચ સુધીમાં પૂરા કરવા મંત્રીનો અધિકારીને આદેશ
મોરબીમાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યાના ગુનામાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કોર્ટે ફટકારી સજા
SHARE









મોરબીમાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યાના ગુનામાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કોર્ટે ફટકારી સજા
મોરબીના બાયપાસ રોડ ઉપર વર્ષ ૨૦૧૪ માં બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે આરોપીની જે તે સમયે ધરપકડ કરવામાં આવી હતી અને આજે મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં આ કેસ ચાલી જતાં જજે લેખિત અને મૌખિક પુરાવાઓ તેમજ સરકારી વકીલ અને ફરિયાદીના વકીલની દલીલોને ધ્યાને લઇને આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે અને ભોગ બનેલી બાળકીના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે હુકમ કરેલ છે.
મોરબીના બાયપાસ રોડ ઉપર રહેતા પરિવારની બાળકી સાથે વર્ષ ૨૦૧૪ માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને માસૂમ બાળકીની હત્યા કરી નાખવામાં આવી હતી જે બનાવ સંદર્ભે જે તે સમયે ભોગ બનેલ બાળકીના પરિવારમાંથી મોરબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે જે તે સમયે મૂળ રાજસ્થાનના રહેવાસી અને બસના ક્લીનર તરીકે કામ કરતાં બાબુદાસ મથુરદાસ દેવમુરારીની ધરપકડ કરી હતી અને આ કેસ આજે મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં જજ એમ.કે. ઉપાધ્યાય સમક્ષ ચાલી જતા જજે ૪૪ લેખિત પુરાવા અને ૨૫ જેટલા મૌખિક પુરાવાને ધ્યાને લઈને તેમજ સરકારી વકીલ સંજયભાઈ દવે અને ફરિયાદીના વકીલ દિલીપભાઇ આગેચાણીયાની દલીલોને ધ્યાને લઈને આરોપી બાબુદાસ મથુરદાસ દેવમુરારીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે અને કલમ ૩૭૬ માં ૨૦ હજાર, ૩૬૩-૩૩૬ માં ૧૦ હજાર અને જીપી એક્ટ હેઠળ ૨૫૦૦ રૂપિયાનો દંડ કર્યો છે તેમજ ભોગ બનેલી બાળકીના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.
