મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રોડ-રસ્તા સહિતના કામો ૩૧ માર્ચ સુધીમાં પૂરા કરવા મંત્રીનો અધિકારીને આદેશ


SHARE







મોરબી જીલ્લામાં રોડ-રસ્તા સહિતના કામો ૩૧ માર્ચ સુધીમાં પૂરા કરવા મંત્રીનો અધિકારીને આદેશ

મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે રાજ્યના પંચાયત વિભાગના મંત્રીનો લોક દરબાર યોજાયો હતો જેમાં મોરબી, માળીયા, ટંકારા અને પડધરી વિસ્તારના રોડ રસ્તા, સિંચાઇ, જમીન સંપાદન સહિતના જે કોઈ પ્રશ્નો હોય તેનો તાત્કાલિક નિરાકરણ આવે તે માટે અરજદારો અને અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને અરજદારોના પ્રશ્ન આવ્યા હતા તેનો તાત્કાલિક નિકલા કરવા માટે અધિકારીઓને મંત્રી બ્રિજેશ મેરજાસૂચના આપી હતી અને હાલમાં જે રોડ રસ્તા સહિતના કામો ચાલુ છે તેને આગામી ૩૧ માર્ચ સુધીમાં પૂરા કરવા માટે કડક શબ્દોમાં સૂચના આપેલ છે

રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજા આજે મોરબીમાં હોય સવારે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ જેલની સામેના ભાગમાં આવેલ  વિસ્તાર તેમજ ગોકુલનગરમાં જુદા જુદા ૨.૭૮ કરોડ રૂપિયાના રોડ રસ્તા સહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે તેઓએ લોકદરબાર રાખ્યો હતો જેમાં મોરબી માળીયા વિસ્તારના રોડ રસ્તા, સિંચાઈ જમીન સંપાદન સહિતના જુદા જુદા વિભાગને લગતા લોકોના પ્રશ્નો હતા તેનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે દરેક વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા અને અરજદારોના જે પ્રશ્નો આવેલ છે તેને ઉકેલવા માટે અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે તેમજ પત્રકારોને માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં મોરબી શહેર અને જીલ્લાની અંદર રોડ-રસ્તાના જે કોઈપણ કામ ચાલુ છે તેને આગામી ૩૧ મી માર્ચ સુધીમાં પૂરા કરવા માટે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે અને હાલમાં સરકારમાંથી જે કામ માટેના નવા જોબ નંબર લેવામાં આવેલ છે તે કામો પણ તાત્કાલિક શરુ થાય તે માટે પણ સૂચના આપવામાં આવી છે તેની સાથોસાથ મોરબીના મચ્છુ-૨ ડેમના સિચાઈના પાણીનો લાભ મોરબી અને માળીયા તાલુકાનાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોને મળે તે માટે સિંચાઇ વિભાગના અધિકારીઓને ઘટતી કામગીરી કરવા સુચના આપેલ છે






Latest News