મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

કિશન ભરવાડની હત્યા કરવા માટે હથિયાર આપનારા શખ્સનો ભાઈ મોરબીથી ઝડપાયો


SHARE







કિશન ભરવાડની હત્યા કરવા માટે હથિયાર આપનારા શખ્સનો ભાઈ મોરબીથી ઝડપાયો

કિશન ભરવાડ નામના યુવાનની ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. અને હત્યારાને હથિયાર આપનારો રાજકોટના અજીમ સમાને પકડવા માટે કવાયત કરવામાં આવી રહી છે તેવામાં પોલીસે હાલમાં મોરબીથી અજીમ સમાના ભાઈને ઝડપી લીધો છે અને તેને મોરબી બી ડિવિઝન પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપી આપેલ છે

ગત 6 જાન્યુઆરીએ મૃતક કિશને ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકી હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ હતી અને કાર્યવાહી થઈ હતી. પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે તેની હત્યા કરવામાં આવી છે અને 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસે બે આરોપીઓની ધરપકડ અગાઉ કરી છે અને આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું તે સમયે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો. જો કે, આરોપી શબ્બીરે જે હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું તે તેને રાજકોટના અજીમ સમા નામના શખ્સે આપ્યું હતું જેથી કરીને તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને રાજકોટ, વાંકાનેર અને મોરબીમાં શોધી રહી છે જો કે, હજુ સુધી અજીમ સમા ઝડપાયો નથી જો કે, મોરબી બી ડિવિઝન પોલીસે અજીમ સમાના ભાઈ વસીમ સમાને ઝડપી લીધો હતો અને તેને હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે






Latest News