મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલા આપધાતના પ્રયાસમાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર


SHARE







મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલા આપધાતના પ્રયાસમાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નાણા ધિરનાર અધિનિયમ તથા ભારતીય દંડ સહિતા હેઠળ ફરીયાદ નોંધાયેલ હતી જે ફરીયાદમાં ફરિયાદીએ આરોપી પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતા અને તે પૈસા પરત આપી દીધેલ હોય તેમ છતાં પણ પૈસાની ઉધરાણી કરતાં હોય તેવી ફરીયાદ નોંધાવી હતી

મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આરોપી આશીષ ધીરૂભાઈ વિરડાની આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી અને આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી કાનજી એમ. ગરચર રોકાયેલ હતા અને તેને દલીલ કરી હતી તેમ જણાવ્યું હતું કે, આરોપીએ આવા કોઈ પૈસા આપેલ ન હોય અને જાનથી મારી નાખવાની કોઈ ધમકી આપેલ નથી આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચકાદાઓને ધ્યાને લઈ આરોપીને આગોતરા જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન પર છોડવાનો કોર્ટે હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી કાનજી એમ.ગરચર તથા અનિલ આર. ગોગરા રોકાયેલ હતાં






Latest News