મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

કિશન ભરવાડની હત્યા મુદ્દે આરોપીઓને આકરી સજાની માંગ સાથે વાંકાનેરમાં હિન્દુ સંગઠનોની રેલી યોજાઇ: પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







(શાહરૂખ ચૌહાણ) અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આશાસ્પદ હિન્દુ યુવાન કિશન બોળીયાની વિધર્મીઓ દ્વારા નિર્મમ હત્યા અંગે વાંકાનેર સમસ્ત હિન્દુ સમાજ ઉકળી ઉઠેલ છે અને બોળીયા (માલધારી) પરીવાર પ્રત્યે હમદર્દી દાખવે છે અને સરકારને આવેદન પત્ર પાઠવે છે આરોપીઓને આકરી સજા કરવાની માંગ કરેલ છે 

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે દેશભક્ત યુવાન માત્ર સામાન્ય કોમેન્ટ જેવી નાની બાબતે વિધર્મીઓ દ્વારા સરા જાહેર ગોળી મારી હત્યા કરવામાં આવેલ છે જે નિંદનીય છે અને કદર આંતકવાદી કૃત્ય દાખવેલ છે જેનું કનેક્શન છેક પાકિસ્તાન સુધી લંબાયેલ છે વાંકાનેર હિન્દુ સમાજ આ કટ્ટરતાને વખોડી કાઢે છે અને કિશન ના પરીવાર પ્રત્યે હમદર્દી દાખવે છે તેમજ પોલીસ તંત્રની સક્રિયતા અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની સક્રિયતા દાખવે છે કે સરકાર બોળીયા પરીવારની અને હિંદુ સમાજ ની સાથે છે

પોલીસ ગૃહ વિભાગ દ્વારા આવા વિધર્મીઓને અને પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા લોકોને સખ્ત સજા કરવા વાંકાનેર હિંદુ સમાજ અપીલ કરે છે .હાલમાં હત્યારાઓ પકડાતા એક ધાર્મિક મોલ્વી નું કનેક્શન મળેલ છે આ મોલ્વી નુ કનેક્શન પાકિસ્તાનની રાજકીય પાર્ટી “તહરીકે - લબ્બક" સાથે જોડાયેલ છે જેમ સુત્રો જણાવે છે . જે કિશન ની હત્યા થઈ તે બન્ને હત્યારાઓ “ તહરીકે – નમુશેરીસાલત ” નામના સંગઠને હત્યા માટે જવાબદારી લીધેલ છે તેમ સુત્રો જણાવે છે ત્યારે વાંકાનેરમાં હિન્દુ સંગઠનો દ્વારા રોલી યોજાઇ હતી જેમા વાકાનેર યુવરાજ કેસરીસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ ધમભા ઝાલા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ માંઢવી, અમુભાઈ ઠકરાણી, ભરતભાઈ ઠાકરાણી, ગજેન્દ્રસિંહ રાઠોડ, હીરાભાઈ બાંધવા તાલુકા ભાજપના કાર્યકર્તા અને તાલુકા મહિલા ભાજપ, શહેર મહિલા ભાજપના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા

આવા વિધર્મીઓ ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરી રહી છે . ગુજરાત ના આવા વિધર્મીઓનું પાકિસ્તાન સાથે સીધુ કનેક્શન જણાઈ આવે છે.તેવુ ફલિત થાય છે આવા વિધર્મી અને ધર્મ જનુની શાર્પ શૂટરોને પકડી સખ્ત સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવા કિશન જેવા યુવાનની જીંદગી બચી જાય તેવી લાગણી વ્યક્ત કરેલ છે.વાંકાનેર શહેર અને તાલુકાના હિંદુ સમાજે આવેદન આપાને આરોપીનો આકરી સજાની માંગણી કરી છે અને સ્વ. કિશન બોળીયાના પરીવાર પ્રત્યે હમદર્દી અનુભવે છે . આવતા દિવસોમાં સમસ્ત વાંકાનેર શહેર અને તાલુકાના હિન્દુ સમાજ માલધારી સમાજની સાથે છે અને રહેશે તેવુ રાજપુત કરણી સેનાના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ઝાલાએ જણાવ્યુ છે






Latest News