સ્ત્રી સશકિતકરણ : મોરબીના ચાંચાપર ગામે સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યો પણ મહિલા
મોરબીના મેસરીયા ગામે માનસિક અસ્થિર યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
SHARE
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં તીનપતી રમતા ધીરૂભાઈ જીવરાજભાઈ ઉષીણા કોળી, રમણીકભાઈ દેવશીભાઇ ઇંદરીયા કોળી, વિજયભાઈ કાળુભાઈ ઝિંઝુવાડીયા કોળી અને મેહુલભાઈ દેવજીભાઈ પરમાર જાતે કોળી જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની પાસેથી પોકડી રૂા.૧૭૦૦ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સગીરાનું અપહરણ
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદરામ કરવાના ઇરાદે તેણીનું અપહરણ કરવામાં આવ્યું છે.જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષ ઉર્ફે હસમુખ ઉર્ફે હસુ રમેશભાઈ અંબાસણીયા જાતે કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે જેની તપાસ સીપીઆઇ બી.પી.સોનારાને સોંપવામાં આવતા તેઓએ આરોપીને પકડવા માટે અને ભોગ બનેલી સગીરને શોધી કાઢવા માટે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.