મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદમાં તળાવ પાસેથી ૧૯ બોટલ દારૂ-૧૪૩ બીયર સાથે એક ઝડપાયો, એકની શોધખોળ


SHARE









હળવદમાં તળાવ પાસેથી ૧૯ બોટલ દારૂ-૧૪૩ બીયર સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

 હળવદના સરા રોડ ઉપર વૈજનાથ મંદિર નજીક તળાવ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા દારૂ અને બિયરનો જથ્થો ત્યાંથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૬,૪૨૫ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરી છે અને અન્ય એક શખ્સને પકડવા માટે તજવીજ શરુ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર વૈજનાથ મંદિર પાસે આવેલ તળાવની નજીક દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે નિતેશભાઇ લાલજીભાઈ મકવાણા જાતે કોળી રહે. બસ સ્ટેન્ડની પાસે હળવદ વાળા ત્યાંથી મળી આવેલ છે અને તેની પાસેથી દારૂની બોટલ ૧૯ અને બીયરના ૧૪૩ મળી આવ્યા હોય પોલીસે દારૂ-બિયર તેમજ એક મોબાઇલ ફોન આમ કુલ મળીને ૨૬૪૨૫ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં નિતેશભાઈ મકવાણાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મહેશ બચુભાઈ કોળી રહે. રાણેકપર વાળાનું નામ સામે આવ્યો છે જેથી તેની સામે ગુનો દાખલ કરી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

દેશીદારૂ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમા લાઇવ સીટી સીરામીક પાસે બાવળની ઝાડીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી જુદા જુદા પ્લાસ્ટિકના બાચકામાંથી કુલ મળીને દોઢ લિટર દારૂના જથ્થા મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૦૦૦ ના દારૂ સાથે સાગર ઉર્ફે ડોક્ટર રાજેશભાઈ કુકાવા જાતે કોળી (ઉંમર ૨૫) રહે. વિદ્યુતનગર માળીયા ફાટક પાસે મોરબી તેમજ ઉમેશ લોકચંદભાઈ ચંદાણી જાતે સિંધી (ઉંમર ૪૦) રહે. વીસીપરા કુલીનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

 

૬ બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે છ બોટલ દારૂના જથ્થા સાથે મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા જાતે સંધિ (ઉંમર ૨૭) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૨૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પાસેથી ઇમરાન ઈસ્માઈલભાઈ સુમરા રહે. વીસીપરા મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક ચોરી 

હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે રહેતા રજનીશભાઈ ધનજીભાઈ પરમાર જાતે દલવાડી (ઉંમર ૨૭)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેનું બાઇક નંબર જીજે ૩૬ એચ ૫૬૨૧ કોઈ ગત તારીખ ૧૪/૧ ના રોજ તેની વાડી પાસેથી ચોરી કરી ગયેલ હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ લઈ આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરેલ છે.




Latest News