ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શાંતી ભંગ થાય તેવી પોસ્ટો સોશ્યલ મીડિયામાં ન મૂકવા પોલીસની અપીલ


SHARE













મોરબી જીલ્લામાં શાંતી ભંગ થાય તેવી પોસ્ટો સોશ્યલ મીડિયામાં ન મૂકવા પોલીસની અપીલ

મોરબી જીલ્લામાં કોઈપણ વ્યક્તિએ શાંતી ભંગ કરે તેવી પોસ્ટો સોશ્યલ મીડિયામાં મુકબી નહી અને હાલમાં ધંધુકામાં હત્યાનો બનાવ બનેલ છે ત્યાર બાદ મોરબી જિલ્લાની શાંતિ અને સલામતી માટે હાલમાં જીલ્લામાં પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર સતત બાજ નઝર રાખવામાં આવી આ ને જો કોઈ આવું કૃત્ય કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

થોડા સમય અગાઉ અમદાવાદ જીલ્લાના ધંધુકામાં હત્યાનો બનાવ બનેલ છે જે બનાવ બાબતે અમુક આવારા તત્વો દ્વારા જાહેર સુલેહ તથા શાંતી ડહોળવા અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાવ અને શાંતી ભંગ કરે તેવી પોસ્ટો મુકી જાહેર શાંતીને ડહોળવાનો પ્રયાસ કવરમાં આવતો હોય તેવું પોલીસને ધ્યાન ઉપર આવેલ છે જેથી કોઇ પણ વ્યકિત આવી ગેરકાયદેસર પ્રવૃતી કરશે અથવા કોઇપણ વ્યકિત મારફતે કરાવશે તો તેઓ વિરૂધ્ધ કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

 હાલમાં મોરબી જીલ્લાના સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્રારા વોટસએપઈન્સ્ટાગ્રામફેસબુકટવીટર અને સ્નેપચેટ જેવી તમામ સોશ્યલ સાઇટસ ઉપર અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતીઓ કરતા ઇસમો ઉપર સતત બાજ નઝર રાખવામાં આવી રહેલ છે અને જો કોઇ વ્યકિત આવી પ્રવૃતી કરતા માલુમ પડશે તો તેઓ વિરૂધ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જનવ્યુ છે.






Latest News