ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી નાગરિક સહકારી બેંકમાં ૧.૨૯ કરોડથી વધુનું ફ્રોડ !: માહિતી માંગવામાં આવતા ખળભળાટ


SHARE













મોરબી નાગરિક સહકારી બેંકમાં ૧.૨૯ કરોડથી વધુનું ફ્રોડ ! : માહિતી માંગવામાં આવતા ખળભળાટ

 

મોરબી નાગરિક સહકારી બેંકમાં ૧.૨૯ કરોડથી વધુનું ફ્રોડ કરવામાં આવ્યું હોવાની માહિતી તેઓને મળેલ છે જેના આધારે તેઓએ બેન્કના મેનેજર પાસેથી કેટલીક માહિતી માંગી છે અને જો આ માહિતી સામ્ય મર્યાદામાં નહિ આપવામાં આવે તો કોર્ટ મારફતે તે માહિતી માંગવામાં આવશે તેવી પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે.


મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી અને મોરબી નાગરિક સહકારી બેંકના સભાસદ  કાંતિલાલ ધરમશીભાઈ બાવરવાએ મોરબી નાગરિક સહકારી બેંકના  મેનેજેરને લેખિત રજૂઆત કરીને મોરબી નાગરિક સહકારી બેંક લી દ્વરા કરાયેલ ગવર્મેન્ટ  સિક્યોરીટી રોકાણ બાબતે માહિતી માંગવામાં આવી છે જેમ ગવર્મેન્ટ સિક્યોરીટીમાં બેંક તરફથી સીન્ડીકેટ મેનેજમેન્ટ પ્રા.લી.માં ૧,૨૯,૧૮,૧૨૨-૨૨ નું કરેલ રોકાણ બાબતે બેંક દ્વારા બોલાવાયેલ બોર્ડની મિટિંગ ક્યારે અને કઈ તારીખે મળેલ હતી. અને આ રોકાણ કરવા બાબતે કરવામાં આવેલ ઠરાવની નકલ  તેમજ તેમાં હાજર રહેલ બોર્ડ ઓફ ડીરેક્ટરના નામ સરનામાં અને સિક્યોરીટી મુકવા બાબતે કોણે કોણે સંમતી આપેલ હતી?, સિક્યોરીટી રોકાણ બાબતે લેવામાં આવેલ લીગલ સલાહ અને સલાહ આપનાર બેંકના ઓથોરાઈઝ લીગલ ઓફિસરનું નામ અને સરનામું માંગ્યું છે.

વધુમાં તેમણે જનવ્યું છે કેઆ રકમનું ફ્રોડ થવા પામેલ છે. તો આ ફ્રોડ થયાનું બેંકના જવાબદાર લોકોના ધ્યાને કયારે આવ્યું, અને ત્યારે બાદ તેના માટે શું? કાર્યવાહી કરી. તેના માટે કોણ કોણ જવાબદાર હતા?, આ ફોર્ડ પછી લીગલ કાર્યવાહી કરવા માટે ક્યાં લીગલ એડવોકેટની નિમણુક કરવામાં આવી ?, કાયદાકીય કાર્યવાહી માટે કોર્ટ કેશ કઈ મોરબીની કોર્ટમાં કે હાઇકોર્ટમાં કઈ તારીખે અને ક્યાં નંબરથી દાખલ કરવામાં આવેલ છે ?, સહકારી ખાતા તરફથી કોઈ એક્શન લેવાયેલ હોયઅગર લીગલ નોટીશ આપવામાં આવેલ હોય તો તેની નકલો અને આ ફોર્ડના કારણે બેંકને ગયેલ નુકશાન હાલ સુધીમાં વ્યાજની રકમ સાથે કેટલી રકમનું નુકશાન થયું છે તેની માહિતી માંગવામાં આવી છે અને જો માહિતી સમય મર્યાદામાં નહિ આપવામાં આવે તો ના છૂટકે નામદાર કોર્ટનો સહારો લઈને તે માંગવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News