મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

જો ગુજરાત સરકાર સામે કોઈને વિરોધ ન હોય તો વિરોધ કરવાની એક દિવસ માટે સરકાર છૂટ આપે: જગદીશ ઠાકોર


SHARE











જો ગુજરાત સરકાર સામે કોઈને વિરોધ ન હોય તો વિરોધ કરવાની  એક દિવસ માટે સરકાર છૂટ આપે: જગદીશ ઠાકોર

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ આજે મોરબી આવ્યા હતા ત્યારે જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ગુજરાતમાં સરકાર સામે વિરોધ નથી અને બીજી બાજુ ભરતી કૌભાંડથી લઇને ખેડૂતો સુધી જે કોઈને સરકારની નીતિ સામે વિરોધ હોય તેને યેનકેન પ્રકારે દબાવી દેવામાં આવે છે અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને રઘુ શર્માએ કહ્યું હતું કે,આ ગુજરાતની અંદર શાકનો ભાવ શું છે ?, તેલનો ભાવ શું છે ?, પેટ્રોલનો ભાવ શું છે ?, ડીઝલ નો ભાવ શું છે ? તેની ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓને ખબર હોય કે ન હોય પરંતુ ધારાસભ્યનો ભાવ શું છે ?, ચૂંટાયેલા સભ્યનો ભાવ શું છે ? અને કોઈપણ તકતવાર વ્યક્તિનો ભાવ શું છે તેની તે લોકોને ખબર હોય છે તેવો કટાક્ષ પણ કર્યો હતો. 

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માની હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક રાખવામાં આવી હતી ત્યારે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતીભાઈ પટેલ, ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને મહમદ જાવેદ પીરજાદા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા નયનભાઇ આઘારા, મહેશભાઇ પરજિયા, રમેશભાઈ રબારી, મહેશભાઇ રાજ્યગુરુ, મુકેશભાઇ ગામી, અમુભાઈ હુંબલ, ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, એલ.એમ. કંઝારીયા, રામભાઇ રબારી, કે.ડી. બાવરવા, વિજયભાઈ પટેલ, લલિતભાઈ કસૂન્દ્રા સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. 

આ તકે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ અને ભાજપ સરકારને આડે હાથે લેતા કહ્યું હતું કે એક બાજુ સરકારે એવું કહે છે કે, કોઈને ગુજરાતમાં સરકાર સામે વિરોધ નથી અને બીજી બાજુ ભરતી કૌભાંડથી લઇને ખેડૂતો સુધી જે કોઈને આ સરકારની નીતિ સામે વિરોધ હોય તે લોકો વિરોધ પ્રદર્શન કરી ન શકે એવી વ્યવસ્થાઓ તેના દ્વારા ઉભી કરવામાં આવી રહી છે જેથી કરીને હાલમાં વિરોધ કરનારા લોકોને ભાજપ અને ભાજપની સરકાર દબાવતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જો ખરેખર ગુજરાતમાં કોઈને સરકારની સામે વિરોધ ન હોય તો માત્ર એક દિવસ ગુજરાતની અંદર જે કોઈને કોઈપણ પ્રકારનો વિરોધ હોય તે વિરોધ વ્યક્ત કરવા માટેની છૂટ આપવામાં આવે તો ખબર પડે કે ખરેખર ભાજપ સરકારથી ગુજરાતની પ્રજા સુખી છે કે નહીં. 

વધુમાં તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતુ કે, કોંગ્રેસ પક્ષની અંદર ગુનેગારોને હોદ્દેદાર બનાવવામાં આવતા નથી તેઓ ગુનેગારને હોદા આપે છે અને ગુનેગારોને પોસે પણ છે તેના ધારાસભ્ય ટપકાવી દેવાની ધમકી આપે છે તે સરકાર પાસે સામાન્ય જનતાને બીજી શું અપેક્ષા રાખવાની તેવો સવાલ તેમણે કર્યો હતો અને આગામી વર્ષ ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જગદીશ ઠાકોરે ટૂંકમાં એટલું જ કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો ૨૭ વર્ષથી ભાજપની સામે લડી રહ્યા છે અને ભાજપ ગેમ તેમ યેનકેન પ્રકારે સત્તાના સ્થાન સુધી પહોંચી જાય છે પરંતુ જો કોંગ્રેસ પોતાના કમિટી વોટને મતદાન બુથ સુધી પહોંચાડીને મતપેટી સુધી પહોંચાડશે તો સો ટકા આગામી ચૂંટણીની અંદર ગુજરાતમાં ૧૨૫ બેઠક સાથે કોંગ્રેસ સત્તા ઉપર આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે ગુજરાતની અંદર શાકનો ભાવ શું છે ?, તેલનો ભાવ શું છે ?, પેટ્રોલનો ભાવ શું છે ?, ડીઝલ નો ભાવ શું છે ? તેની ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓને ખબર હોય કે ન હોય પરંતુ ધારાસભ્યનો ભાવ શું છે ?, ચૂંટાયેલા સભ્યનો ભાવ શું છે ? અને કોઈપણ તકતવાર વ્યક્તિનો ભાવ શું છે તેની તે લોકોને ખબર હોય છે અને ગુજરાતમાં ભાજપ વહેલા ચૂંટણી લાવશે તેવી વાતો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે ત્યારે જો આવતી કાલે ચૂંટણી જાહેર કરવામાં આવે તો પણ ગુજરાતમાં કોંગ્રેસ ૧૨૫ બેઠકો ઉપર જીતશે તેવો વિશ્વાસ તેઓએ વ્યકત કર્યો હતો.






Latest News