ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

કિશન ભરવાડના હત્યારાને ફાંસી આપો : મોરબી, વાંકાનેર અને ટંકારા હિન્દુ સમાજની માંગ


SHARE













કિશન ભરવાડના હત્યારાને ફાંસી આપો : મોરબી, વાંકાનેર અને ટંકારા હિન્દુ સમાજની માંગ

અમદાવાદ જિલ્લાના ધંધુકામા કિશન ભરવાડની હત્યા કરવામાં આવી તે મુદ્દે મોરબી, વાંકાનેર અને ટંકારા શહેરની અંદર સર્વ હિંદુ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી અને આવેદનપત્ર પાઠવીને કિશનભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા કરવાની માંગ કરેલ છે તેમજ મૌલવીઓ સહિતના જે કોઈ આ હત્યાકાંડમાં સંડોવાયેલા હોય તેની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં રહેતા કિશનભાઇ ભરવાડની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી એને આ હત્યા કેસની અંદર આરોપીઓની ધરપકડ પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે જો કે આરોપીઓને તાત્કાલિક આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર ગુજરાતની અંદર ગામે ગામ રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની અંદર મોરબી શહેરમાં વિહિપ, બજરંગ દળ, એકતા એક લક્ષ, કરણી સેના, મહાકાલ ગ્રુપ, દલવાડી કનૈયા ગૃપ, રાજપૂત સમાજ અને માલધારી સમાજ સહિતના હિન્દુ સંગઠનો તો વાંકાનેર શહેરમાં વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી તેમજ સંતો મહંતોની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી અને ટંકારામાં પણ સર્વ હિંદુ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે ખાસ કરીને સર્વ હિંદુ સમાજ દ્વારા કિશનભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેની સાથોસાથ તેઓએ હત્યાકાંડની અંદર સંડોવાયેલા દિલ્હીના મૌલવી સહિતના તમામ આરોપીઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News