મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં બિલિયા ગામે મંદિર-ઓદ્યોગીક એકમોમાં તસ્કરોના ધામા ! : પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ


SHARE







મોરબીમાં બિલિયા ગામે મંદિર-ઓદ્યોગીક એકમોમાં તસ્કરોના ધામા ! : પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ

મોરબી તાલુકા જુદાજુદા વિસ્તારોમાં પોલીસ નહીં પરંતુ તસ્કરો નાઈટ પેટ્રોલીંગ કરતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને બિલિયા ગામે આવેલ મંદિર તેમજ અન્ય ઓદ્યોગીક એકમોમાંથી નાના મોટી ચોરીઓ કરવામાં આવેલ છે અને બીલેશ્વર મહાદેવ મંદિર સહિત જુદીજુદી જગ્યાએથી એક્દ લાખની કિંમતના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી બિલિયાના સરપંચે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરેલ છે અને નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ કરેલ છે.

મોરબીના બીલીયા ગામના સરપંચ કાંતિલાલ પેથાપરાએ હાલમાં મોરબી તાલુકા પોલીસમાં લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યું છે કે બીલિયા-બગથળા રોડ પર એક નહીં પરંતુ પાંચેક કંપનીમાં ચોરીનો પ્રયાસ થયો છે જેની પોલીસને પણ જાણ કરવામાં આવી હતી તેમજ બીલીયા પાસે આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરમાં પણ ચોરી કરવામાં આવી છે અને મંદિરમાંથી શિવજીના લિંગ પરનું ચાંદીનું છતર, ચાંદીના નાગદેવતા, ચાંદીનું લિંગ ઉપરનું મહોર વગેરે કુલ મળીને એકદા લાખના મુદામાલની ચોરી કરવામાં આવી છે અને લગભગ 45 હજારની કિંમતનું ચાંદીનું મહોરું ખેતરમાં મૂકીને તસ્કરો નાશી ગયા છે આમ ચોરીના બનાવો વધી રહ્યા છે માટે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેના માટેની તેઓએ માંગ કરેલ છે






Latest News