મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪મી ફેબ્રુઆરીએ યોજાશે
મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિત જિલ્લાના ચારેય ચીફ ઓફિસરની બદલી
SHARE









મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થવાની વાતો કરવામાં આવી હતી દરમિયાન આજે મોડી સાંજે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૫૦ જેટલા ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી નગરપાલિકા સહિત જિલ્લાની ૪ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવેલ છે
મોરબી જિલ્લામાં ચાર નગર પાલિકાઓ આવેલી છે જેમાં મોરબી, વાંકાનેર, હળવદ અને માળીયા મિયાણા નગરપાલિકાનો સમાવેશ થાય છે અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવા માટે અગાઉ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હોવા અંગેની માહિતીઓ મળી હતી.જોકે બદલી ક્યારે કરવામાં આવશે તેને લઇને અનેક અટકળો હતી તેવામાં આજે મોડી સાંજે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૫૦ ચીફ ઓફિસરની બદલી કરવામાં આવેલ છે અને તેમાં મોરબી જિલ્લાની ૪ નગરપાલિકાના ચીફ ઓફિસરોની પણ બદલી કરવામાં આવેલ છે હાલમાં મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં વાંકાનેર નગરપાલિકામાં તેજલબેન જે. મુંધવા, મોરબી નગરપાલિકામાં સંદીપસિંહ ઝાલા, માળીયા મિયાણા નગરપાલિકામાં ઉર્મિલાબેન એસ. સુમેસરા અને હળવદ નગરપાલિકામાં પાંચાભાઇ માળીને ચિફ ઓફિસર તરીકે મુક્યા છે
