મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સહિત જિલ્લાના ચારેય ચીફ ઓફિસરની બદલી
ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી
SHARE









ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી
(શાહરૂખ ચૌહાણ) ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે મૂળ મોરબી તાલુકાનાં નાગડાવાસ ગામના વતની જયેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેથી ચોમેરથી તેઓ ઉપર શુભકામનાઓ વરસી રહી છે અને ખાસ કરીને વાંકાનેર ડેપો તેમજ રાજકોટ ડિવિઝનના સ્ટાફમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે
મોરબીના નાગડાવાસ ગામના વતની અને સામાન્ય પરિવારમાંથી પોતાની સરળ જીવન શૈલી ધરાવતા હંમેશા સતત કાર્યશીલ રહી ગુજરાત એસટીમાં વર્ષોથી સેવા આપતા તેમજ સતત 20 વર્ષ સુધી બિન હરીફ એસ.ટી. ક્રેડિટ સોસાયટી રાજકોટના પ્રમુખ રહ્યા છે અને રાજકોટ વિભાગના વર્ષોથી એસ.ટી. કર્મચારી મંડળનું પ્રમુખ તરીકે પ્રતિનિધિત્વ કરતાં જયેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા (જયુભા જાડેજા) ની ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેથી કરીને એસટીના સ્ટાફ તેમજ તેના મિત્રો અને સગા સ્નેહીઓ તરફથી તેઓને શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, જયુભા જાડેજાના નેતૃત્વમાં હંમેશા દરેક કર્મચારીઓનું હિત રહેલું હોય છે અને દરેક કર્મચારીઓ એક પારદર્શક નેતા તરીકે તેઓને સ્વીકારે છે હાલમાં તેઓની ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવતા વાંકાનેર એસ.ટી. ડેપોના દરેક કર્મચારીઓ ખુશીની લાગણી છે
